<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વ્‍યાજખોરીમાં ફસાતાં પેડક રોડ આવાસમાં મોહનભાઇ વાઘેલા ઝેરી પાવડર પી ગયા

મ્‍યુ. કોર્ર્પોરેશનના નિવૃત કર્મચારીએ એંસી હજાર સામે દોઢ લાખ જેવી રકમ ચુકવી છતાં વધુ ઉઘરાણી કરી ધમકી

રાજકોટ તા. ૧૬: સામા કાંઠે પેડક રોડ પર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં વૃધ્‍ધે ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયા છે. મહાનગર પાલિકાના નિવૃત કર્મચારી એવા આ વૃધ્‍ધ વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં અને વ્‍યાજની ઉઘરાણી માટે ધમકી અપાતાં આ પગલું ભર્યાનું જણાવાયું હતું.

જાણવા મળ્‍યા મુજબ પેડક રોડ આવાસમાં રહેતાં મોહનભાઇ કરસનભાઇ વાઘેલા (ઉ.વ.૬૭) નામના વૃધ્‍ધ સવારે ઘરે ઝેરી પાવડર પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મોહનભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા છે અને આરએમસીના નિવૃત કર્મચારી  છે. તેમને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે.

તેમણે જણાવ્‍યું હતું કે ચાર વર્ષ પહેલા હીનાબેન નામના મહિલા પાસેથી રૂા. ૮૦ હજાર દસ ટકા વ્‍યાજે લીધા હતાં. તેની સામે બે વખત પચાસ પચાસ હજાર અને એક વખત પિસ્‍તાલીસ હજાર ચુકવી દીધા છે. આમ છતાં વધુ દોઢ લાખ માંગી હેરાન કરવામાં આવતાં હોઇ પોતે કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(3:34 PM IST)