તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કાલે મનપાની સ્ટેન્ડિંગ બેઠકઃ રેસકોર્ષ રોડ પર લાઇટિંગ અંગે ફરી દરખાસ્ત
રસુલપરા સ્કુલમાં પ્રાર્થનાખંડ બનાવવા, ડ્રેનેજ શાખા માટે સેકશન વાહન ખરીદ કરવા સહિતની ૧૩ દરખાસ્તો અંગે નિર્ણય થશે

રાજકોટ, તા. ૧૬: મનપાના નવનિયુકત ચેરમેન દર અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે યોજાનાર છે, જેમાં શહેરના વિકાસ અને સુવિધાઓને લગતી કુલ ૧૩ મહત્વપૂર્ણ દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં અગાઉ પેન્ડિંગ રહેલી કેટલીક દરખાસ્તો પણ ફરી ચર્ચા માટે રજૂ કરવામાં આવશે.
બેઠકમાં સૌથી વધુ ધ્યાન આકર્ષતી દરખાસ્ત રેસકોર્સ રોડ પર ડેકોરેટિવ લાઇટિંગ લગાવવાની છે. ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે અંતિમ નિર્ણય થઈ શકાયો ન હોવાથી હવે ફરીથી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત રસુલપરા પ્રાથમિક શાળામાં પ્રાર્થનાખંડ બનાવવા માટે જરૂરી જમીન અને મિલકત ખરીદી અંગેની દરખાસ્ત પણ ચર્ચા હેઠળ આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને જાહેર સુવિધાઓને લગતા કામો સહિતની અન્ય દરખાસ્તો પર પણ નિર્ણય લેવામાં આવશે.આવતી કાલે મનપાના ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટિની એક બેઠક મળશે. જેમાં મંજુરી અર્થે કુલ ૧૩ દરખાસ્ત મુકવામાં આવી છે. શહેરના પાઈપલાઈનની સુવિધા વિહોણા વિસ્તારોમાં પાણી વિતરણ માટે ખર્ચ મંજુર કરવા, ઉપરાંત ડ્રેનેજ શાખાના ઉપયોગ માટે એક નંગ શક્શન મશીનની ખરીદી કરવા માટે રૂા. ૩૧.૯૦ લાખનો ખર્ચ, અર્બન ખર્ચ મંજુર કરવા, વોર્ડ નં. ૮ અને ૧૦ માં ભુગર્ભ ગટરની ફરિયાદનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં. ૧૨ માં વાવડી વિસ્તારમાં રસુલપરા સ્કૂલમાં પ્રાર્થનાખંડ બનાવવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
(3:30 PM IST)










