તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
અંધશ્રદ્ધા અને કુરીતિ ત્યાગનો સંકલ્પ, વેદ તરફ પાછા વળોઃ યુવા પેઢીને રૂપાલાજીની હાકલ
દૈનિક વ્યવહારમાં સત્ય ધર્મનું પાલન કેવી રીતે કરવું તે અધ્યતા સુરેશચંદ્ર આર્યએ સરળતાથી સમજાવ્યું: વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો

રાજકોટઃ તાજેતરમાં વૈદિક મહાસભાનો વેદ મહોત્સવ અતિ ભવ્યતા સાથે સંપન થયો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી ત્યાગ વલ્લભ સ્વામીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ વેદ મહોત્સવમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ ધારાસભ્ય, પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ વી.પી. વૈષ્ણવ, જળક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ સુવાગિયા, ગુરુદ્વારાના પ્રબંધક હરિસિંહ સુચરીયા, કન્યા કેળવણીકાર ગોવિંદભાઈ ખુંટ, મોરબીના મહેશભાઈ ભોરણીયા, ટંકારા આર્ય સમાજના દેવજીભાઈ પડસુમિયા પોરબંદર આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, રાજકોટ આર્ય સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર, દેશના અગ્રણી વિજ્ઞાની ડો. જે. જે. રાવલ વગેરેએ હાજરી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં આપણા ૧૧ ઉપનિષદો પૈકી પ્રથમ ઉપનિષદ ઈશાવાસ્યમ ઉપનિષદના ગુજરાતી ભાષાંતરના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી ત્યાગવલ્લભ સ્વામીએ સહુને અનુરોધ કર્યો હતો કે માત્ર પ્રવચનો સાંભળીને ધન્ય નથી થવાનું પરંતુ એ જ્ઞાન આપણા આચરણમાં ઉતારવું જરૂરી છે.
‘‘વ્યવહારમાં વેદ'' આ વિષય ઉપર આપણા દૈનિક જીવનમાં વ્યવહારમાં વેદ કેવી રીતે સહાયરૂપ બને છે તેની સમજણ આપતા અધ્યેતા શ્રી સુરેશચંદ્રજી એ આપણે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયામાં શું શું અસત્ય આચરણ કરી બેસતા હોઈએ છીએ તે સમજાવ્યું હતું. સ્ટેજ ઉપર હનુમાનજીના બે સુંદર કટઆઉટ હતા તે બતાવીને કહ્યું કે આપણે હનુમાનજીના મંદિરે જઈએ છીએ પરંતુ બહાર આપણું વાહન બધાને નડે તે રીતે રસ્તામાં મૂકીને આવતા હોય છે તો હનુમાનજી કેવી રીતે પ્રસન્ન થાય? હનુમાનજીના ચારિત્રની પૂજા કરવી જોઈએ. હનુમાનજીની સ્વામીભક્તિ, તેમનું વેદ જ્ઞાન, તેમની વિવેકબુદ્ધિ આ બધાના દાખલા આપી સુરેશભાઈએ સમજાવ્યું કે કયારે કયાં કેવી રીતે કેવું વર્તન કરવું ? , શું બોલવું? એ બધું હનુમાનજીના ચરિત્રમાંથી આપણે શીખીએ. વેદમાં કહ્યું છે કે ‘‘હે મનુષ્ય તું માનવ બન'' આજે આપણે મનુષ્યનું શરીર મેળવ્યું છે પરંતુ માનવતા વિસરાતી જાય છે તો સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું તેમ વેદ તરફ પાછા વળીએ.
રાજકોટના સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ પોતાના પ્રતિભાવમાં છાત્રાઓ અને યુવાનોને હાકલ કરી હતી કે ‘‘વેદ તરફ પાછા વળો'' એ સૂત્ર તાત્કાલિક અપનાવી લો અને તમારું જીવન સરળ સફળ અને સમાજ ઉપયોગી બનાવો. એમણે જણાવ્યું કે આપણા સ્વજનોની અંતેષ્ઠી પછી ગંગામાં અસ્થિ પધરાવવા હરિદ્વાર કે કાશી જઈએ છીએ તેના બદલે સદગત સ્વજનના નામનું એક વળક્ષ વાવી તેમાં તેમના અસ્થિ પધરાવીને તેમની કાયમી સ્મળતિ જાળવી શકીએ છીએ. શ્રોતાઓએ તેમની આ અપીલને તાળીઓથી વધાવી લીધી હતી.
મુખ્ય પ્રવચન પૂરું થયા બાદ શ્રોતાગણમાંથી કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછવા જણાવતા કેટલાક ભાઈ બહેનોએ વેદ -ધર્મ- કર્મ વ્યવહાર વગેરે બાબતના પ્રશ્નો પૂછયા હતા તેમનું સુરેશચંદ્ર આર્યએ શાષાોના પ્રમાણ સાથે સમાધાન કરાવ્યું હતું. આવા આયોજનો અવારનવાર કરવાની માંગણી કેટલાક જ્ઞાનપીપાસુ લોકોએ કરતા તેમણે જણાવ્યું હતું કે દર રવિવારે નૂતન નગર હોલની પાછળ નૂતન નગરમાં તેમના નિવાસ્થાને સવારે ૧૦ થી ૧૧ વૈદિક સત્સંગ ચાલે છે તેમાં આજે વિમોચન થયેલ ઈશાવાશ્ય ઉપનિષદના મંત્રોનું અધ્યયન થાય છે. તેમાં સૌને પધારવા આમંત્રણ આપ્યું હતું.
મંચનુંસંચાલન દીપિકાબેન પરમાર તથા અજયભાઈ ઢોલરીયાએ કર્યું હતું વૈદિક મહાસભાના અગ્રણી વાલજીભાઈ ઢોલરીયા સર્વેનો આભાર માન્યો હતો તેમ શ્રી સુરેશચંદ્ર આર્યએ જણાવ્યું છે.
(3:12 PM IST)










