<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

આગામી ર૧મીએ ‘નીટ'ની પરીક્ષાઃ તમામ કેન્‍દ્રો ઉપર સીધુ લાઇવ બ્રોડ કાસ્‍ટીંગ થશેઃ લોખંડી બંદોબસ્‍તઃ સાંજે મીટીંગ

કલેકટરે તમામ અધિકારીઓને બોલાવ્‍યાઃ દરેક સેન્‍ટર ઉપર ડે. કલેકટરો મૂકાશે

 

રાજકોટ, તા. ૧૬: શહેરમાં આગામી ર૧ મીએ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ) પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્‍યું છે. રાજકોટમાં કુલ ૧૨ સેન્‍ટરો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં કુલ ૫૩૩૦ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્‍વની ગણાતી પરીક્ષા આપશે.

પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે બપોરે ૩:૦૦ કલાકે રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતે એક ઉચ્‍ચ સ્‍તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ બેઠક જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ અને એડિશનલ કલેક્‍ટર બારોટની અધ્‍યક્ષતામાં યોજાશે. જેમાં પરીક્ષાના સુચારૂ સંચાલન માટે તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.

પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. તમામ ૧૨ પરીક્ષા સેન્‍ટરો પરથી સીધું લાઈવ બ્રોડકાસ્‍ટિંગ કરવામાં આવશે, જેથી કલેક્‍ટર કચેરી ખાતેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. દરેક સેન્‍ટર પર પ્રાંત અધિકારીઓ અને નોડલ અધિકારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત કેન્‍દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કેન્‍દ્ર અધિકારીઓની ખાસ ટીમ પણ નિરીક્ષણ માટે આવશે.

પરીક્ષા કેન્‍દ્રો પર ખાસ સિસ્‍ટમ અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે પાણી, પ્રકાશ અને બેઠક વ્‍યવસ્‍થાની ચકાસણી માટે નોડલ અધિકારીઓને આદેશ આપવામાં આવ્‍યા છે. કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાની ગરિમા જળવાય તે રીતે તમામ વ્‍યવસ્‍થાઓ સમયસર પૂર્ણ કરી લેવી. રાજકોટમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ફચ્‍ચ્‍વ્‍ ની પરીક્ષા આપે છે, પરંતુ આ વર્ષે ટેકનોલોજી અને સુરક્ષાના સમન્‍વય સાથે તંત્રએ ‘ઝીરો ટોલરન્‍સ'ની નીતિ અપનાવી છે.(

(2:48 PM IST)