<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જનકભાઇના અવસાનથી ભાજપે જનસંઘના વાહક ગુમાવ્‍યાઃ અનિરૂધ્‍ધભાઇ દવે

 

રાજકોટ, તા.૧૬: ભાજપના સોૈરાષ્‍ટ્ર ઝોનના મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરૂધ્‍ધભાઇ દવેએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને જૂના જનસંઘી જનકભાઇ કોટકના અચાનક અવસાનથી ઊંડા શોકની લાગણી વ્‍યકત કરતા અને કોટક પરિવારને સાંત્‍વના પાઠવતા જણાવ્‍યું હતું કે સ્‍વ. જનકભાઇ કોટક રાજકારણમાં નખશીખ અને પ્રમાણીક રાજપુરૂષ સાબિત થયા છે.

જનકભાઇ કોટકનું જીવન તપસ્‍વી પુરૂષ જેવું હતું બાલયકાળથી જ રાષ્‍ટ્રવાદની ભાવના અને અયોધ્‍યામાં રામમંદિરનું નિર્માણ થાય તેવા સંકલ્‍પ સાથે આર.એસ.એસ. અને જનસંઘમાં સક્રિય બન્‍યા હતા.જનકભાઇના અચાનક અવસાનથી રાજકોટ ભાજપે તપસ્‍વી પુરૂષ ગુમાવ્‍યા છે અને રાજકોટ ભાજપને ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે. શ્રધ્‍ધાંજલી પાઠવતા અનિરૂધ્‍ધભાઇ દવેએ જણાવ્‍યું છે.

(2:41 PM IST)