તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
વિજયભાઈની પુણ્યતિથિએ ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

રાજકોટ : રાજકોટનાં પનોતા પુત્ર અને રાજકોટવાસીઓ ના હૈયે હરહંમેશ વસેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગઈ તા.૧૩ નાં વોર્ડ નં.૧૬ માં દેવપરા કોઠારીયા મેઈનરોડ ભાઈજીનાં ડેલા પાસે શહેર ભાજપનાં પીઢ આગેવાન શ્રી રમેશભાઈ ઉંધાડ (ભાઈજી) દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ભક્તિ અને દેશભક્તિનાં ગીતો દ્વારા વિજયભાઇ રૂપાણીને સ્વરાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, ઋષભભાઈ રૂપાણી સહિત સમસ્ત રૂપાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તદુપરાંત ડો. વલ્લભભાઈ કથીરિયા, કાશ્મીરાબેન નથવાણી,બીનાબેન આચાર્ય,વલ્લભભાઈ દુધાત્રા,રાજદીપસિંહ જાડેજા,નિર્લોકભાઈ પરમાર,પરેશભાઈ પોપટ, લાલભાઈ હુંબલ ઉપરાંત અલગ અલગ વોર્ડનાં કોર્પોરેટરશ્રીઓ અને ભાજપનાં પદાધિકારીઓ સહિતનાં અનેક મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્વ.વિજયભાઈને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
રાજકોટનાં જાણીતાં ઉદ્દઘોષક અને ગાયક દિનેશ બાલાસરા સાથે સૈફ ત્રિવેદી, દિપા ચાવડા,આસિફ કુરેશીએ કાર્યક્રમમાં ભક્તિગીતો અને દેશભક્તિ ગીતો રજુ કર્યા હતાં
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત સર્વે મહેમાનો અને જાહેર જનતાનો આયોજક શ્રી રમેશભાઈ ઉંધાડ (ભાઈજી)એ આભાર વ્યક્ત કર્યો હતો
(2:41 PM IST)










