<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ઉદય કાનગડ અને દુધાત્રા દ્વારા જ્ઞાનરત્‍ન અભિવાદન સમારોહ - વૃક્ષારોપણનો દિવ્‍ય કાર્યક્રમ

વિદ્યાર્થીઓનું સન્‍માન વિકસિત ભારતના પાયાને મજબૂત કરશેઃ પરશોતમભાઈ રૂપાલા અને ડો. પ્રધ્‍યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્‍થિતિ જ્ઞાનરત્‍ન અભિવાદન સમારોહમાં ૧૦૭૬ વિદ્યાર્થીઓનું શિલ્‍ડથી સન્‍માન કરવામાં આવ્‍યું: નરેન્‍દ્રભાઈના વડાપ્રધાનપદે ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ

રાજકોટઃ તાજેતરમાં વિધાનસભા-૬૮ ના ધોરણ ૧૦-૧૨ ના માર્ચ-૨૦૨૬ના બોર્ડના તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્‍સાહન આપવા ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા દ્વારા અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે સતત ચોથા વર્ષે જ્ઞાનરત્‍ન અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ૧૦૭૬ વિદ્યાર્થીઓનું શિલ્‍ડથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વડાપ્રધાનપદે ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ડો. પ્રધ્‍યુમનભાઈ વાજાએ જણાવ્‍યું હતું કે પુસ્‍તકથી પ્રગતિ સુધીની સફર જ ભારતને વિશ્વગુરૂ બનાવશે અને શિક્ષણ થકી જ વિકસિત ભારતનું સ્‍વપ્ન સાકાર થશે.

રાજકોટના સાંસદશ્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્‍યું કે પ્રતિભાનું સન્‍માન એ વિકસિત ભારતના પાયાને મજબૂત બનાવવાનો સંકલ્‍પ છે અને શિલ્‍ડ વિદ્યાર્થી માટે આત્‍મવિશ્વાસનો મોટોસ્ત્રેત છે.

ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડએ જણાવ્‍યું કે આજના જ્ઞાનરત્‍નો આવતીકાલના ભારતના ભાગ્‍યવિધાતા બનશે અને આ સન્‍માન અન્‍ય માટે પ્રેરણારૂપ બનશે. રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકાર પણ શિક્ષણ માટે અવિરત પ્રયાસો કરી રહી છે તેવો ઉલ્‍લેખ કરાયો હતો.

આ કાર્યક્રમમાં ડો. પ્રધ્‍યુમનભાઈ વાજા, પરશોતમભાઈ રૂપાલા, માધવભાઈ દવે, ડો.નેહલ શુકલ, ભાનુબેન બાબરીયા, ડો. દર્શીતાબેન શાહ, વલ્‍લભભાઈ દુધાત્રા, પરેશ પીપળીયા પી.પી., લલીત વાડોલીયા, યોગેન્‍દ્રસિહ જાડેજા, દક્ષાબેન વસાણી, હિરેન ખીમાણીયા, સંજયસિહ રાણા, નયનાબેન પેઢડીયા, અશ્વિન મોલીયા, ભાર્ગવ મિયાત્રા, સોમાભાઈ ભાલીયા, ગેલાભાઈ રબારી, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, મિલન લીબાશીયા, લીનાબેન રાવલ, બાબુભાઈ માટીયા, અનિલસિહ પરમાર, સંજય બગડા, લાભુભાઈ ખીમાણીયા, એસ.આર. પટેલ, રમેશભાઈ પરમાર, રમેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ રાઠોડ, શૈલેષભાઈ રામાણી, અલ્‍પેશભાઈ લુણાગરીયા, અનિલભાઈ તળાવિયા, જે.બી. બુસા, વી.એમ. પટેલ, પ્રવિણભાઈ આંબલીયા, ધર્મેશભાઈ જંજવાડીયા, પ્રતાપભાઈ સીનોજીયા, વિપુલભાઈ બાર, ભાવેશભાઈ સોલંકી, ગોરધનભાઈ કાપડીયા, પ્રતાપભાઈ બેલડીયા, જગદીશભાઈ મંગે, વાલજીભાઈ નંદા, મનસુખભાઈ તલસાણીયા, રાજુભાઈ ગોસ્‍વામી, ગીરધરભાઈ પાથર, અશોકભાઈ ગોરવાડીયા, પરિમલભાઈ પરડવા, વિશાલભાઈ હિરાણી, મનસુખભાઈ પીપળીયા, ભરતસિહ જાડેજા, જે.ડી. ભાખર, રસિકભાઈ પટેલ, સંજય ગોસ્‍વામી, જયેશભાઈ દવે, વરજાંગભાઈ હુંબલ, રણધીરભાઈ સોનારા, કાનાભાઈ ડડૈયા, પરેશ લીંબાશીયા, અંક્‍તિ દુધાત્રા, મયુર વજકાણી, ખોડાભાઈ કાચા હસુભાઈ, અલ્‍પાબેન દવે, હિનાબેન બેલાણી, કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવીયા, ભરત લીંબાશીયા, કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા, સ્‍મીતાબેન ગોહેલ, સંજય ચાવડા, દિલીપ લુણાગરીયા, ધર્મીષ્ઠાબેન પરમાર, પુનમબેન મોરવાડીયા, અનિલ ચૌહાણ, નિલેશભાઈ હેરભા અને રામભાઈ ગરૈયા સહિતના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન શ્રી ઉદય કાનગડએ કર્યું હતું તથા સમગ્ર કાર્યક્રમની વ્‍યવસ્‍થા મેહુલભાઈ પરડવા અને જયદીપ જલુએ સંભાળી હતી. અંતમાં ઉદયભાઈએ  તમામ ઉપસ્‍થિત મહેમાનો, કાર્યકર્તાઓ અને મીડિયાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(

(2:21 PM IST)