<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ઓગષ્‍ટમાં યોજાનાર બાબા બુઢા અમરનાથ યાત્રામાં જોડાવવા વિશ્વ હિન્‍દુ પરિષદ-બજરંગદળનું આહવાન

 

રાજકોટઃ વિશ્વ હિન્‍દુ પરિષદ-બજરંગદળ દ્વારા દર વર્ષે આયોજીત થતી સાહસિક અને આધ્‍યાત્‍મિક બાબ બુઢા અમરનાથ યાત્રા આ વર્ષે તા. ૧૬ ઓગષ્‍ટથી ર૭ ઓગષ્‍ટ દરમિયાન યોજાનાર છે. સૌરાષ્‍ટ્ર પ્રાંતમાંથી યાત્રામાં જોડાનાર તમામ યાત્રાળુઓએ તા. ર૦ ઓગષ્‍ટના વહેલી સવાર યાત્રાનું પ્રસ્‍થાન કરવામાં આવશે. વિવિધ પવિત્ર દેર્શન સ્‍થળોના દર્શન બાદ બાબ બુઢા અમરનાથજીનાન દર્શન કરી તા. ર૩ ઓગષ્‍ટની સાંજે યાત્રા પૂર્ણ થશે. તેમ વિહિપ-બજરંગ દળની યાદીમાં જણાવાયું છે.

યાત્રા દરમિયાન વિવિધ સ્‍થળોએ પૂજય સાધુ-સંતો દ્વારા સ્‍વાગત કરવામાં આવે છે સાથે જ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નિવાસ અને અન્‍ય જરૂરી વ્‍યવસ્‍થાઓ કરવામાં આવે છે. સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા અનેક સ્‍થળોએ વિશાળ લંગર (પ્રસાદ)ની વ્‍યવસ્‍થા પણ ઉપલબ્‍ધ રહે છે. યાત્રાળુઓની સુવિધા માટે એસી બસોની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના તથા સુરક્ષા દળના જવાનો પણ મોટા પ્રમાણમાં તૈનાત રહેતા હોવાની યમાદીમાં જણાવાયું છે.

યાત્રા માટે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત હોય  વધુ માહિતી અને સંપર્ક માટે : વિનોદભાઇ ટીલાવત,(કાર્યાલય પ્રમુખ વિશ્વ હિન્‍દુ પરિષદ મો. ૯૩૭૪૧ ૧૮૪૩૭) અમિતભાઇ જાદવાણી (સૌરાષ્‍ટ્ર પ્રાંતયાત્રા સંયોજક મો. ૮૨૦૦૩ ૪૩૯૯૫) વિપુલભાઇ અગ્રાવત (સૌરાષ્‍ટ્ર  પ્રાંત યાત્રા સહ-સંયોજક મો. ૮૮૪૯૨ ૬૩૫૫૫) ની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:20 PM IST)