તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 16th June 2026
વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથી નિમીતે આર્ય સમાજ દ્વારા ૧૧ કુંડી યજ્ઞઃ પરિવારને વાલ્મીકી રામાયણ અર્પણ

રાજકોટઃ આર્ય સમાજ હાથીખાના અને માયાણીનગર, રાજકોટ દ્વારા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્મૃતિ શેષ શ્રી વિજય ભાઈ રૂપાણી ની પ્રથમ વાર્ષિક પુષ્ય તિથિ નિમિત્તે શહેરના પ્રકાશ સોસાયટી,ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર ના પ્રગટાંગણ માં ૧૧ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અને પ્રકાશ સોસાયટીના પ્રમુખ શ્રીમતી અંજલીબેન રૂપાણી, પુત્ર શ્રી ઋષભ રૂપાણી, પુત્રવધૂ, પુત્રી રાધિકાજી અને પરિવારના તમામ સભ્યો અને પ્રકાશ સોસાયટીના ઘણા બધા ભાઈઓ તથા બહેનોએ હવનમાં પોતાની આહુતિ અર્પિત કરેલ. આર્ય સમાજના પ્રમુખ શ્રી નટવરસિંહ પરમાર, મંત્રી શ્રી વિજય ભાઈ બોરીચા, ખજાનચી શ્રી વલ્લભ ભાઈ પીપરિયા, ટ્રસ્ટી શ્રીમતી લાભુવેન પીપરિયા અને આર્ય સમાજના સભ્યો અને વિદ્વાનો હાજર રહ્યા હતા. પંડિત સચિન શાસ્ત્રીજીએ વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞનું સંચાલન કર્યું હતું. ટ્રસ્ટી શ્રીમતી લાભુ બેન પીપરિયા એ ભજન સુમધુર કંઠે પ્રસ્તુત કર્યું હતું. પંડિત યોગેશ શાસ્ત્રીજીએ સ્મૃતિ શેષ શ્રી વિજયભાઈ રૂપાણી ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશેષ ઉપદેશ આપ્યો હતો. આર્ય સમાજના પ્રમુખ શ્રી નટવરસિહ પરમારે પંચ મહા યજ્ઞ વિશે સૌને સમજાવ્યું. આર્ય સમાજ હાથીખાના અને આર્ય સમાજ માયાણી નગર રાજકોટ દ્વારા સ્મૃતિ શેષ શ્રી વિજય ભાઈ રૂપાણીના પરિવારને વાલ્મીકિ રામાયણ(ગુજરાતી) અર્પણ કરવામાં આવ્યું. પ્રકાશ સોસાયટી ના લોકોને વૈદિક સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(10:52 AM IST)










