તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
વનિયુકત મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનનું દાણાપીઠ એસો. દ્વારા અભિવાદન

ધી રાજકોટ દાણાપીઠ વેપારી એસોસીએશનના સભ્યો દ્વારા નવ નિયુકત મેયર ડો. નેહલભાઇ શુકલ તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પરેશભાઇ પીપળીયાની શુભેચ્છા મુલાકાત લઇ શાલ ઓઢાડી સન્માન- અભિવાદન કરાયુ હતુ. સાથો સાથ દાણાપીઠને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતમાં દાણાપીઠ એસો.ના પ્રમુખ જતીનભાઇ બગડાઇ, સેક્રેટરી મહેશભાઇ મહેતા, ખજાનચી વિરલભાઇ અનડકટ, કારોબારી સભ્ય દીનેશભાઇ મણવર, અજયભાઇ ખીમાણી, દીપેશભાઇ રાજદેવ વગેરે સાથે જોડાયા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.
(3:35 PM IST)










