<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

સુનિલ ૫.૯૯ લાખનો દારૂ રાજસ્‍થાનથી કારમાં ભરી લાવ્‍યોઃ ચુનારાવાડના વિજયને આપે એ પહેલા પકડાયો

૮૦ ફુટ રોડ પર પેટ્રોલ પંપ પાછળની શેરીમાં કટીંગ થાય એ પહેલા દરોડો : પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને ટીમની કામગીરીઃ કુલ ૧૦.૯૯ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ વિજયની શોધખોળ

રાજકોટ તા. ૧૫: શહેરમાં દારૂની હેરાફેરી ડામવા વધુ એક વખત પીસીબીની ટીમે સફળ કામગીરી કરી છે. એંસી ફુટ રોડ પર નાયરાના પંપ પાછળની બંધ શેરીમાં દરોડો પાડી રૂા. ૫.૯૯ લાખનો વિદેશી દારૂ ભરેલીક ાર સાથે રાજસ્‍થાની શખ્‍સને દબોચી લેવાયો હતો. રાજકોટના વિજય સોલંકીએ આ જથ્‍થો મંગાવ્‍યો હતો. જો કે વિજય સુધી પહોંચે એ પહેલા જથ્‍થો પીસીબીની ટીમે પકડી લીધો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, એએસઅમાઇ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે ૮૦ ફૂટ રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાછળ આવેલા કારખાના વાળી બંધ શેરીમાં એક શખ્‍સ દારૂનો જીજે૧૩સીએફ-૩૧૮૯ નંબરની કિયા કારમાં દારૂનો જથ્‍થો ભરીને આવ્‍યો છે. આ માહિતી પરથી દરોડો પાડતાં બાતમી મુજબની કાર સાથે શખ્‍સ મળી આવ્‍યો હતો. કારમાં બેઠેલા શખ્‍સની પુછતાછ કરતાં પોતાનું નામ સુનીલ ભગવાનારામ શાહુ (ઉ.વ. ૨૨, રહે. જૈલાતરા ગામ, શાહુઓકી ઢાની,  દેવડા, થાના-જાબ, તા. સાંચૌર, જિ. જાલોર, રાજસ્‍થાન) જણાવ્‍યું હતું. કારમાં તપાસ કરતાં ૧૮૦ એમએલ વ્‍હીસ્‍કીના ૧૯૨ ચપલા અન્‍ય બ્રાન્‍ડના ૨,૧૬,૨૪૦ના ૮૧૬ ચપલા તેમજ ૨,૯૨,૫૬૦ના અન્‍ય ચપલા અને બીયરના ૨૪ ટીન મળી કુલ રૂા. ૫,૯૯,૫૨૦નો દારૂ મળતાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પુછતાછ થતાં સુનિલે પોતે રાજસ્‍થાનથી આ દારૂ ભરી લાવ્‍યાનું અને ચુનારાવાડના વિજય સોલંકીને આપવા આવ્‍યાનું કબુલતાં પોલીસે વિજયની શોધખોળ હાથ ધરી છે. કાર, દારૂ મળી રૂા. ૧૦,૯૯,૫૨૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીકની સુચના અંતર્ગત પીસીબીના પીઆઇ એમ. આર.ગોંડલીયા,  પીએસઆઇ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા તેમજ એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ અને હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી તથા કોન્‍સ.  યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ જયેશભાઇ ગઢવીઅ આ કામગીરી કરી હતી.

મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમી

 

(1:08 PM IST)