<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

રાજકોટમા પીસીબીની ટીમ ત્રાટકી: ૫.૯૯ લાખનો દારૂ ભરેલી કિયા કાર ઝડપાઇ રાજસ્થાનનો શખ્સ ઝડપાયો: સ્થાનિક બુટલેગરની શોધખોળ: ​૮૦ ફૂટ રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાછળ બંધ શેરીમાં દરોડો

એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાની બાતમી: પીઆઇ ગોંડલીયા અને ટીમનો દરોડો

​રાજકોટ: શહેરમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર  બ્રજેશ કુમાર ઝા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચએ એક મોટી સફળતા મેળવી છે. પી.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને એક સંયુક્ત અને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ૮૦ ફૂટ રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાછળ આવેલા કારખાના વાળી બંધ શેરીમાં દરોડો પાડ્યો હતો, જ્યાં શંકાસ્પદ હાલતમાં પડેલી એક સેલટોસ કીયા કાર નંબર: GJ-13-CF-3189ની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કાર સાથે એક આરોપી સુનીલકુમાર ભગવાનારામ સાહુ (ઉં.વ. ૨૨, રહે. જૈલાતરા ગામ, સાહુઓકી ઢાની, પો.સ્ટ. દેવડા, થાના-જાબ, તા. સાંચૌર, જિ. જાલોર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે, જ્યારે રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં રહેતો સ્થાનિક બુટલેગર વિજય સોલંકી નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાથી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.  

​આ દરોડા દરમિયાન પોલીસે કારમાંથી વહીસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૧૯૨ બોટલ કિંમત રૂા. ૩૮,૪૦૦ ની ૮૧૬ બોટલ (કિંમત રૂા. ૨,૧૬,૨૪૦ની વહીસ્કીની ૧૧૦ બોટલ કિંમત રૂા. ૨,૯૨,૫૬૦ BEER ના ૨૪ ટીન તેમજ વોડકાના ૪૩૨ પાઉચ કિંમત રૂા. ૪૩,૨૦૦જપ્ત કર્યા છે. આમ, પોલીસે કુલ ૨૫૬૮ નંગ બોટલ/ટીન/પાઉચ કિંમત રૂા. ૫,૯૯,૫૨૦ અને રૂા. ૫,૦૦,૦૦૦ની કિંમતની સેલટોસ કીયા કાર મળીને કુલ રૂા. ૧૦,૯૯,૫૨૦નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કર્યો છે. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા,  પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા તેમજ એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી સહિત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ગઢવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

(1:41 PM IST)