<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

સ્‍વ.વિજયભાઈ રૂપાણીને ભાજપ હોદેદારો દ્વારા શ્રધ્‍ધાંજલી

 

રાજકોટઃ  અમદાવાદની ગોઝારી વિમાન દૂર્ધટનામાં રાજકોટના પનોતા પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળના અગ્રણી નેતા પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયુ હતુ, આજે તેમની પ્રથમ વાર્ષિક પૂણ્‍યતિથિ નિમિતે રાજકોટ શહેર ભાજપ પરિવાર દ્વારા દિવંગત પુણ્‍યઆત્‍મા શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમની રાજકીય કારકિર્દી દરમ્‍યાન ઘણું બધુ આપ્‍યુ છે. તેના સંસ્‍મરણો વાગોળતા  શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાવુક બન્‍યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને હોદ્દેદારોના તેમજ નાગરિકો સાથેના અસંખ્‍ય સંસ્‍મરણો રહ્યા છે જેને યાદ કરી અને અશ્રુભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવાંજલી અર્પણ કરવાના આ લાગણીભીના કાર્યક્રમમાં પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહિત રાજકોટ શહેર સંગઠનના વર્તમાન તથા પૂર્વ હોદ્દેદારો, શિક્ષણ સમિતિના હોદ્દેદારો, રાજકોટ શહેર યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, કિશાન મોરચા, અનુસુચિત જાતી મોરચા, અનુસુચિત જનજાતી મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખ, મહામંત્રી તેમજ રાજકોટ શહેરના તમામ સેલના સંયોજક, સહસંયોજક અને કમલમ કાર્યાલયના કર્મચારીગણ સહિતનાઓ ઉપસ્‍થિત રહી પુષ્‍પાંજલી અર્પણ કરેલ હતી.

(3:29 PM IST)