<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

પેટ્રોલ નહીં ઇ-વાહનમાં મનપાથી બ્રીજ સુધી કોર્પોરેટરોઍ કરી મુસાફરી

બસ કાર્યક્રમ સ્‍થળ સુધી ન જવા દેવાતા રકઝકઃ અંતે મામલો થાળે પડયો

રાજકોટઃ જામનગર રોડ સ્‍થિત નવનિર્મિત ફોર લેન બ્રીજના ઉદઘાટન માટે મનપાના નગરસેવકોએ સેન્‍ટ્રલ ઝોન ઓફીસથી જામનગર રોડ નવા બ્રીજ સુધી ઇંધણની બચત કરી એક સાથે ઇ-બસમાં મુસાફરી કરી પહોંચ્‍યા હતા. જો કે કાર્યક્રમ સ્‍થળ પહેલા ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો પણ કોર્પોરેટરોએ પોલીસ સાથે ઇ-બસ પુલની બને તેટલી નજીક જવા દેવા રકઝક કરી હતી. જો કે થોડા સમયમાં જ મામલો થાળે પડયો હતો. જયારે મોટાભાગના કોર્પોરેટરો ઇ-બસમાં પરત ફરવાને બદલે પોતાના વાહનમાં ગયા હતા, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્‍યો હતો. ઉપરોકત તસ્‍વીરમાં ઇ-બસને આગળ જવા દેવા ટ્રાફીક પોલીસ સાથે રકઝક કરતા વોર્ડ નં. ૧ર ના કોર્પોરેટર કિશન ટીલવા દર્શાય છે. જયારે નિચેની તસ્‍વીરમાં બસમાંથી ઉતરી બ્રીજ તરફ જતા કોર્પોરેટરોમાં પૂર્વ મેયર પ્રદીપ ડવ, ધનશ્‍યામભાઇ હેરભા, પ્રવિણભાઇ સેંગલીયા, સ્‍ટે. ચેરમેન પરેશ પીપળીયા, દંડક સંજયસિંહ રાણા, શાસકપક્ષ નેતા હિરેનભાઇ ખીમાણીયા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, કિશન ટીલવા, સંજય ચાવડા સહિતના દર્શાય છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:05 PM IST)