તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
૬૦ વર્ષના ચંદ્રીકાબેન પાટડીયાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
હુડકો ચોકડી પાસે બ્રહ્માણી હોલ નજીક બનાવ

રાજકોટ તા. ૧૧: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે બ્રહ્માણી હોલનજીક રહેતાં ચંદ્રીકાબેન અરવિંદભાઇ પાટડીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એ. એચ. ગોહેલે જરૂરી કાર્યવાહી કરી હતી. ચંદ્રિકાબેને પંખામાં દોરી બાંધી દેહ લટકાવી દીધો હતો. ૧૦૮ના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૃધ્ધાએ બિમારીથી કંટાળીને પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.
(3:36 PM IST)










