તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
રાજકોટ-અમદાવાદ સિકસ લેનઃ કુવાડવા પાસેના પૂલ માટે નવી એજન્સીને કામગીરીઃ ટુંકમાં બ્રિફ શીટ અપાશે

રાજકોટ તા. ૧૧: રાજકોટ થી અમદાવાદ હાઈવે સિક્સ હાઈવેની કામગીરી છેલ્લા કેટલાય સમયથી અધુરી હોવાનું બહાર આવ્યું છે કુવાડવા પાસે નિર્માણાધીન બ્રિજની ઘણા સમયથી અધૂરી કામગીરી હતી. જેને લઇ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, આ પુલના નિર્માણ કાર્યમાં ગતિ લાવવા માટે અગાઉની એજન્સી પાસેથી કામ પરત લઈ, નવી એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે.
નવી એજન્સીને જવાબદારી સોંપ્યા બાદથી કામગીરી નિર્ધારિત સમય મર્યાદા ટાઈમલાઈન મુજબ ચાલી રહી છે. આ અંગે વધુ વિગતો આપતા કલેકટરે જણાવ્યું હતું કે, નવી એજન્સી દ્વારા કામના લક્ષ્યાંકો માઈલસ્ટોન્સ હાંસલ કરવામાં આવી રહ્યા છે. અને કાર્ય સંતોષકારક ગતિએ આગળ વધી રહ્યું છે. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને કામગીરીના ચોક્કસ ટકાવારી અંગે ટૂંક સમયમાં બ્રિફ શીટ તૈયાર કરી જાહેર કરવામાં આવશે.
(3:54 PM IST)










