તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
વીજ તંત્રમાં બદલી-બઢતીનો દોરઃ ૧ર એકઝી. ઇજનેરની બદલીઃ ૯ ડે. ઇજનેરને બઢતી

રાજકોટ તા. ૧૧: પીજીવીસીએલ દ્વારા ગઇકાલે સાંજે ર૧ જેટલા ઇજનેરોની બદલી-બઢતીના ઓર્ડરો થયા છે, જેમાં ૧ર એકઝી. ઇજનેરની તેમની રીકવેસ્ટના આધારે બદલી કરાઇ છે, તો ૯ જેટલા ડે. ઇજનેરોને બઢતી પામી એકઝીકયુટીવ ઇજનેર તરીકે રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સેન્ટરોમાં નિમણુંક અપાઇ છે.
જેમની બદલી થઇ તેમાં સર્વશ્રી પી. આર. દુલેરા, એસ. એન. પરમાર, એમ. જી. ચાવડા, પી. એસ. ધૂલીયા, એન. જે. મે, એચ. જી. નાગર, એમ. વી. મકવાણા, પી. સી. પટેલ, એમ. પી. દાફડા, જે. એન. ચૌધરી, વી. સી. ચૌધરી, ડી. વી. ગોજીયાનો સમાવેશ થાય છે.
બઢતી મેળવનાર ડે. ઇજનેરોમાં સર્વશ્રી એમ. આર. પટેલ, ટી. એમ. વસાવા, જે. આર. ગામીત, એલ. કે. ખાંટ, એ. બી. વસાવા, જે. એલ. બરંડા, એમ. એ. પટેલ, કે. એ. કુમાર તથા એસ. બી. ગૌસ્વામીનો સમાવેશ થાય છે
(11:10 AM IST)










