તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
લક્ષ્મીનગરમાં પિતા જગાડવા જતાં પુત્ર લટકતી હાલતમાં મળ્યો
૩૪ વર્ષિય રિક્ષાચાલક અમિતભાઇનો ફાંસો ખાઇ આપઘાતઃ રાતે પાડોશી સાથે ચડભડ થતાં લાફા મારી લીધાનો આક્ષેપઃ માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૯: નાના મવા રોડ પર લક્ષ્મીનગરમાં રહેતાં યુવાને સવારે ગળાફાંસોખ ાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાીપ ગઇ છે. એક શખ્સ સાથે આ યુવાનને રાતે માથાકુટ થઇ હોઇ પાડોશમાં જ રહેતાં શખ્સે તેને લાફા મારી લીધાનો આક્ષેપ પિતાએ કરતાં પોલીસે મૃતદેહનું પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
લક્ષ્મીનગર-૨માં રહેતાં અમિતભાઇ ગોવિંદભાઇ ભોજાણી (ઉ.વ.૩૪) નામના યુવાનને સવારે તેના પિતા જગાડવા જતાં તે રૂમમાં લાકડાની આડીમાં ચુંદડી બાંધી લટકતી હાલતમાં મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દેકારો થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. ૧૦૮ના તબિબે તેને મૃત જાહેર કરતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
આપઘાત કરનાર અમિતભાઇ બે ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં બે દિકરા છે અને પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો.
હાલમાં તેના પત્નિ માવતરે આટો મારવા ગયા છે. રાતે અમિતભાઇ ઘરે મોડો આવતો હોઇ તેની રીતે તે રાતે ઘરે આવી સુઇ ગયો હતો. સવારે પિતા જગાડવા જતાં ઘટનાની જાણ થઇ હતી. પિતાએ આક્ષેપ કર્યો હતો કે રાતે કોઇ કારણે પાડોશી શખ્સ સાથે ચડભડ થતાં પાડોશીએ અમિતભાઇને લાફા મારી લીધા હતાં. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:43 PM IST)










