<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

નિલકંઠનગરના જયભાઇ રાવલનું હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુ

બેભાન હાલતમાં અમરનગરના જયદિપભાઇએ દમ તોડયોઃ વૃધ્‍ધાશ્રમમાં ૪૦ વર્ષના મિલનભાઇનું બેભાન થયા બાદ મોત

રાજકોટ તા. ૯: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. યુનિવર્સિટી રોડ પર પટેલ છાત્રાલય પાસે નિલકંઠનગર-૯માં રહેતાં જયભાઇ સુરેશભાઇ રાવલ (ઉ.વ.૪૫) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર જયભાઇ એક બહેનથી મોટા હતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. હાર્ટ એટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં રાંદરડા તળાવ પાસે અમરનગર-૧માં રહેતાં જયદિપભાઇ પંકજભાઇ ચાવડા (ઉ.વ.૩૨) નામના યુવાનને સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેને મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છછવવાઇ ગયો હતો.

મૃતક એક બહેન અને ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ગોડલ રોડ સદ્દભાવના વૃધ્‍ધાશ્રમમાં રહેતાં મિલનભાઇ જમનાદાસ લાડાણી (ઉ.વ.૪૦) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. બિમારીથી મૃત્‍યુ થયાનું જણાવાયું હતું. 

(3:40 PM IST)