તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
આગામી ર૦ મીએ લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠકઃ ૩૦ કેસોઃ ૧૦ અરજદારને બોલાવાયા

રાજકોટ, તા., ૧૦ : જમીન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબિંગ કિસ્સાઓ પર લગામ લગાવવા માટે તંત્ર દ્વારા ધડાધડ કેસો કરાઇ રહયા છે. આ અંતર્ગત આગામી ૨૦ તારીખે સાંજે ૫.૦૦ વાગ્યે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગના આશરે ૩૦ જેટલા કેસો રજૂ કરવામાં આવશે અને તેની સમીક્ષા કરવામાં આવશે. કુલ કેસોમાંથી ૧૦ અરજદારોને વિશેષ રીતે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે, જેથી તેમના પક્ષને સાંભળીને ત્વરિત નિર્ણય લઈ શકાય. આ બેઠકમાં ડો. ઓમ પ્રકાશ સહિત પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને અન્ય સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
(3:48 PM IST)










