<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

કોઠારીયામાં કરોડોનું જમીન કૌભાંડ-મફત પ્‍લોટ-સરકારી યોજનાઓમાં ભારે ગેરરિતીઃ ગ્રામજનોના કલેકટર કચેરીમાં ધામા

ગત શનિવારે આત્‍મવિલોપનની ચીમકી આપેલઃ આ પછી કલેકટરે ખાત્રી આપી આજે ફરી બોલાવ્‍યા : શૌચાલય અને BPL યોજનામાં કૌભાંડ થયું છેઃ સરકારી તંત્ર જવાબદારોને છાવરતુ હોવાના આક્ષેપો

 

રાજકોટ, તા. ૧૦: રાજકોટ નજીકના કોઠારિયા ગામમાં જમીન કૌભાંડ, મફત પ્‍લોટ અને અન્‍ય સરકારી યોજનાઓમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્‍યા છે. આ મામલે લેખિતમાં રજૂઆત કરનાર સનિષ એમ. સાગઠિયા અને અન્‍ય ગ્રામજનોએ તંત્ર સામે ભારે રોષ વ્‍યકત કર્યો હતો, આ લોકો આજે કલેકટર કચેરીમાં પડાવ નાખીને બેઠા છે. આ પહેલા ગત શનિવારે સાંજે આ લોકો કલેકટર કચેરીએ દોડી આવેલ અને આત્‍મવિલોપનની ચીમકી આપી હતી, આ પછી કલેકટરે આજે બૂધવારે ફરી બોલાવ્‍યા હતા અને ત્‍યાં સૂધીમાં તપાસની ખાત્રી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠારિયા ગામ જે ૨૦૧૪માં રાજકોટ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયું, ત્‍યાં ૧૯૯૦ના દાયકાથી જમીન કૌભાંડો ચાલતા હોવાનો આક્ષેપ છે. આક્ષેપકર્તાઓના જણાવ્‍યા મુજબ ૧૮૩૫ એકર સરકારી જમીન બારોબાર વહેંચી દેવામાં આવી છે.

મફત પ્‍લોટ, શૌચાલય અને બી.પી.એલ. યોજનાઓમાં કૌભાંડ થયું છે. સરકારી તંત્ર દ્વારા જવાબદારો સામે પગલાં લેવાને બદલે તેમને છાવરવામાં આવે છે.

અરજદારોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો અને અનુસૂચિત જાતિ આયોગના પત્રો છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ભ્રષ્ટાચારીઓને પ્રમોશન અને મોટા હોદ્દાઓ આપવામાં આવતા હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હવે આત્‍મવિલોપનનું શષા ઉગામ્‍યું છે. જો વહીવટી તંત્ર દ્વારા તાત્‍કાલિક યોગ્‍ય તપાસ અને કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કલેક્‍ટર કચેરી રાજકોટ ખાતે સામુહિક આત્‍મવિલોપન કરવાની ચીમકી અરજદારોએ આપી છે.(૬.

(2:58 PM IST)