<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી બન્‍યા ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા વડાપ્રધાન

નરેન્‍દ્ર મોદીના સતત ૧૨ વર્ષ : લોકશાહી વિશ્વાસ અને વિકાસયાત્રાનો ઐતિહાસિક અધ્‍યાયઃ અરૂણ નિર્મળ

રાજકોટઃ ભારતના લોકશાહી ઇતિહાસમાં ૧૦ જૂન, ૨૦૨૬નો દિવસ એક વિશેષ અને ઐતિહાસિક દિવસ તરીકે નોંધાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ દામોદરદાસ મોદીજીએ સતત ૪,૩૯૯ દિવસ સુધી દેશનું નેતળત્‍વ કરીને ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા વડાપ્રધાન તરીકે નવો રેકોર્ડ સ્‍થાપિત કરતા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ એ શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું કે, આ પહેલાં આ સિદ્ધિ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામે હતી, જેમણે સતત ૪,૩૯૮ દિવસ સુધી દેશનું નેતળત્‍વ કર્યું હતું.

૨૬ મે, ૨૦૧૪ના રોજ વડા-ધાન તરીકે શપથ લીધા બાદ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી એ ‘‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્‍યાણના''ના સંકલ્‍પ સાથે સરકારની લોકાભિમુખ નીતિઓ, દેશના રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં અનેક મહત્‍વપૂર્ણ નિર્ણયો લીધા છે. છેલ્લા બાર વર્ષ દરમિયાન ભારતે વૈશ્વિક સ્‍તરે પોતાની નવી ઓળખ ઉભી કરી છે. ડિજિટલ ઈન્‍ડિયા, આત્‍મનિર્ભર ભારત, મેક ઈન ઈન્‍ડિયા, સ્‍વચ્‍છ ભારત અભિયાન, જી-૨૦ અધ્‍યક્ષતા અને આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસ જેવા તેમજ નારીશક્‍તિ સશક્‍તિકરણ , ગરીબ કલ્‍યાણ, યુવાશક્‍તિ અને રોજગાર, આરોગ્‍ય સુરક્ષા, ખેડૂત કલ્‍યાણ, મધ્‍યમવર્ગીય પરિવારોને રાહત, સાંસ્‍કળતિક વારસો અને વિકાસ આવા અનેક ક્ષેત્રોમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.

આ રેકોર્ડ માત્ર સમયગાળાની સિદ્ધિ નથી, પરંતુ દેશની ૧૪૦ કરોડથી વધુ જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. લોકશાહી વ્‍યવસ્‍થામાં સતત ત્રણ વખત જનમંડેટ મેળવવું અને લાંબા સમય સુધી જનસમર્થન જાળવી રાખવું એ પોતે એક અસાધારણ ઘટના ગણાય છે. આ દર્શાવે છે કે દેશના મતદાતાઓએ વિકાસ, સુશાસન અને સ્‍થિર નેતળત્‍વને પ્રાથમિકતા આપી છે.

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આ સિદ્ધિ ભારતની રાજકીય પરિપક્‍વતા અને લોકશાહી મૂલ્‍યોની મજબૂતીનું પણ પ્રતીક છે. આજનું ભારત વૈશ્વિક મંચ પર આત્‍મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે અને તેમાં વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદીના સતત નેતળત્‍વની મહત્‍વપૂર્ણ ભૂમિકા રહી છે.

મોદીજી ના સતત ૧૨ વર્ષના કાર્યકાળનો આ ઐતિહાસિક રેકોર્ડ માત્ર એક વ્‍યક્‍તિની ઉપલબ્‍ધિ નથી, પરંતુ નવા ભારતની વિકાસયાત્રા, જનવિશ્વાસ અને લોકશાહી શક્‍તિનું જીવંત પ્રતીક છે. ભારતના રાજકીય ઇતિહાસમાં આ દિવસ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

આમ, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતળત્‍વમાં ભારતે આ ૧૨ વર્ષો દરમિયાન દરેક વર્ગના ઉત્‍થાન અને સર્વસમાવેશી વિકાસ સાથે અવિરત પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી છે. તેમ અરૂણ નિર્મળે યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(3:48 PM IST)