તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી કાર્યકાળને વધાવવા વિધાનસભા-૬૮ના પારેવડી ચોકમાં સ્વચ્છતા અભિયાન
ધારાસભ્ય ઉદય કાનગડ,શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, અશ્વિન મોલીયા સહિત હોદેદારો,વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાયા

રાજકોટ : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાતભરમાં પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ જનજાગળતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. તે અંતર્ગત રાજકોટ વિધાનસભા-૬૮, વોર્ડ ન.૪માં પારેવડી ચોક ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, અશ્વિન મોલીયા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી સુમેરા, ડે.કમિશ્નર હર્ષદભાઈ પટેલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીની ઉપસ્થિતિમાં વિર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી રાષ્ટ્રસેવા, ત્યાગ અને દેશભકિતના તેમના આદર્શોને સ્મરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રતિમાનું અને આસપાસના વિસ્તારમાં સધન સ્વચ્છતા અભિયાનન હાથ ધરી સ્વચ્છતા અંગે જનજાગળતિ ફેલાવવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોને સ્વયં સફાઈ કામગીરીમાં જોડાઈ ‘સ્વચ્છતા એ સેવા' સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડે જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસનન, ગરીબ કલ્યાણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પરિવર્તન અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિધ્ધિઓ હાંસલ કરી છે. જનભાગીદારીના માઘ્યમથી સરકારની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોચાડવાનો સફળ પ્રયાસ થયો છે. આજે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કરવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહયું છે. આ તકે તેઓએ જણાવેલ કે સ્વચ્છતા અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે. સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ પોતાના વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા સક્રિય યોગદાન આપવું જોઈએ. આ કાર્યક્રમમાં શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાભાઈ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, શહેર ભાજ૫ મંત્રી ગેલાભાઈ રબારી, પૂર્વ ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા, વોર્ડપ્રભારી જે. ડી. ભાખર, રસિકભાઈ પટેલ, સંજય ગોસ્વામી, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, પરેશ લીબાસીયા, વોર્ડ મહામંત્રીઓ જીલાભાઈ સુસરા, દિનેશભાઈ ડાંગર, હરેશ ધંધુકિયા, મનુભાઈ પ્રજાપતી, વોર્ડના કોર્પોરેટરો અલ્પાબેન દવે, હિનાબેન બેલાણી, કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવીયા, સ્મિતાબેન ગોહિલ, ધર્મીષ્ઠાબેન પરમાર, પુનમબેન ગોરવાડીયા, દિલીપ લુણાગરીયા, ભરતભાઈ લીંબાસીયા, સંજય ચાવડા, અજય મજેઠીયા, વિવિધ મોરચાના હોદેદારો લીનાબેન રાવલ, બાબુભાઈ માટીયા, અનિલસિંહ પરમાર, સંજય બગડા તેમજ મયુર ભમ્મર, પ્રવીણભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ ઢાકેચા, જનક કુગશીયા, રણજીતસિંહ જાડેજા, અજય લોખીલ, અમીત બરાસરા, ઘનશ્યામભાઈ વાંક, હેમુભાઈ ૫રમાર, સતીષ સતાપરા, મુકેશ કાકડીયા, બિપીનભાઈ ગોહિલ, શૈલેષ પરમાર, ફુલ માંડલીક, કાંતીભાઈ બગડા, ગોપાલભાઈ ખરગીયા, મિલન લુણાગરીયા, બાબુભાઈ શેલડીયા, દિપાબેન ઠકરાર, ડેનીશ આણદાણી, રમેશભાઈ અકબરી, જીલુભાઈ રાઠોડ, કલ્પનાબેન કિયાડા, મહેન્દ્રભાઈ અઘેરા, નિરવ મોલીયા, હર્ષદ વઘેરા, દલસુખ જાગાણી, પીન્ટુભાઈ રાઠોડ, સુખદેવભાઈ ડોડીયા, પરાગ મહેતા, અરવીંદભાઈ નસીત, મનસુખભાઈ રૈયાણી, વિરમભાઈ રબારી, જેવીન ભાખર, ગૌતમ મોરવાડીયા, કિશન ઉધરેજીયા, હિરેન રાવલ, એન. જી. પરમાર, સામંતભાઈ કળોતરા, નજમાબેન પઠાણ, હરેશ ટુંડીયા, મંજુબેન કુંગશીયા, પ્રવીણ ચૌહાણ, નાગજી રાદડીયા, ઘનશ્યામ રાજપુત, રમેશભાઈ સોરઠીયા, પિયુષ લાવડીયા, જીજ્ઞાબેન રામાણી, જયદીપ કાકડીયા, રાજેશ લીલા, ગજુભા જાડેજા, ચંદ્રેશભાઈ પરસાણા, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે બહોળી સંખ્યામાં વિવિધ શ્રેણીનના કાર્યકર્તા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારના ૧૨ વર્ષનના સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકાસના કાર્યોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત, સ્વચ્છ ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ અવસરે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત ૪૩૯૯ દિવસનો ભવ્ય અને ઐતિહાસિક કાર્યકાળ પૂરો કરવાની સિધ્ધી બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(2:53 PM IST)










