તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશનના પ્રયાસોથી ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા ૪૭થી વધુ કપલ્સ લગ્નગ્રંથિથી જોડાયા
જેડીએફ ભવન માટે રાજકોટમાં ૧૦૦૦ ચોરસ મીટર જમીન આપવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના : કમલનયન સોજીત્રા ડાયાબીટીસ ભલે પ્રારબ્ધનો રોગ હોય, પરંતુ આહાર, કસરત અને મેનેજમેન્ટ દ્વારા ગુણવત્તાસભર લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે : પૂજય પરમાત્માનંદજી

રાજકોટ : છેલ્લા ૨૨ ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે કામ કરતી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો ૨૪૦૦થી વધુ બાળકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે આર્ષ વિદ્યા મંદિર(મુંજકા)ના સંસ્થાપક પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે અપુલભાઈ દોશી અને તેની ટીમને પરમ યોગી ગણાવતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિ બીજાના દુઃખે દુઃખી થઈને તેની વહારે આવે છે તે જ સાચો યોગી છે. તેમણે ઉમેર્યું કે ડાયાબિટીસ ભલે પ્રારબ્ધનો રોગ હોય, પરંતુ યોગ્ય મેનેજમેન્ટ, સંયમિત આહાર અને કસરત દ્વારા ગુણવત્તાસભર લાંબુ આયુષ્ય જીવી શકાય છે. સ્વામીજીએ યોગ્ય સ્તરે જુવેનાઈલ ડાયાબિટીસ માટે યોગ્ય સરકારી પોલિસી બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
જેડીએફના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ સંસ્થાની ૨૨ વર્ષની સંઘર્ષગાથા અને પ્રવળત્તિઓનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે ગઈકાલ અને આજ દરમિયાન નોંધાયેલા અંદાજે ૯૫૦ જેટલા બાળકોને ત્રણ મહિના ચાલે તેવી અદ્યતન સાયનોકેર ગ્લુકોમીટર, તેની સ્ટ્રીપ્સ, પેન નીડલ , સિરિંજ અને લાન્સેટ સહિતની અંદાજે રૂા. ૩,૦૦૦ ની કિંમતની મેડિકલ કીટ ભેટ સ્વરૂપે નિઃશુલ્ક આપવામાં આવી છે. અમે એક મેટ્રિમોનિયલ ગ્રૂપ ચલાવીએ છીએ. ૪૭ બાળકોના કપલ બનાવ્યા છે. અમારી રાજકોટ મનપા પાસે ૧૦૦૦ ચોરસ મીટર જમીન માંગેલી છે. અમને લીઝ ઉપર આપવા વિનંતી છે. જ્યાં બાળકો માટે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવા માંગીએ છીએ તો જમીનની અરજી તાત્કાલિક મંજૂર કરવામાં આવે.
જેડીએફ સંસ્થાના પ્રેરણારૂપ એવા કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પંપ)એ જણાવ્યું હતું કે, સંસ્થાનો મુખ્ય સંકલ્પ બાળકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત કરી દેશના સક્ષમ નાગરિક બનાવવાનો છે. બાળકોના શિક્ષણ, રોજગાર અને મેટ્રીમોનિયલ (લગ્ન) માટે સંસ્થા સંપૂર્ણ જવાબદારી ઉઠાવી રહી છે અને અત્યાર સુધીમાં ૪૭થી વધુ કપલ્સ લગ્નગ્રંથિથી જોડાઈને સુખી સંસાર જીવી રહ્યા છે. વધુમાં તેમણે રાજકોટ શહેરમાં સંસ્થાના રિસર્ચ અને એજ્યુકેશન સેન્ટર ભવન માટે ૧૦૦૦ ચોરસ મીટર જમીન ટોકન દરે લીઝ પર આપવાની પ્રક્રિયાને ગતિ આપ્યાનું અને ભૂપેન્દ્રભાઇ તથા હર્ષભાઇ સાથેની ફળદાયી મંત્રણાની વિગત આપી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. નીલેશ દેત્રોજા, ડો. પંકજ પટેલ, ડો. સાગર બરાસરા, ડો. તપન પારેખ, ડો. કૌશલ શેઠ, ડો.બ્રિજ તેલી, ડો. ક્રિષ્ના મોરી , ડો. ચેતન દવે અને તેમની ટીમ દ્વારા બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ ડાયટરી મેન્ટેનન્સ અને ગ્લુકોમીટર ઓપરેટ કરવાનો ટેકનિકલ વીડિયો પણ દર્શાવાયો હતો.સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી, અન્ય ટ્રસ્ટીગણ હરિકળષ્ણ પંડ્યા, રોહિતભાઈ કાનાબાર, અમિતભાઈ દોશી અને મિતેશભાઈએ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહેલા પારસભાઈ દોશી, જેનિષભાઈ કાંજિયા, મૈત્રી દોશી, ઋષિલ દવે, કાજલ ઢોલરીયા, રાહુલ રાઠોડ, ચંદ્રેશ સાંકળિયા, મિહિર સાકરીયા, જીગ્નેશ સીતાપરા, પાર્થ સચદે સહિતના વોલન્ટિયર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં પ્રકાશભાઇ કોઠારી તરફથી ૧૧૦૦૦, રશ્મિકાંતભાઈ રાજા તરફથી ૧૧૦૦૦, મુકેશભાઇ જલુ રિયલ ફ્લાવર તરફથી ૨૧૦૦૦, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ૨૫૦૦૦, કાંતિભાઈ મજેઠિયા તરફથી ૫૧૦૦૦, અરુણકાંતભાઈ ચોકસી તરફથી ૫૧૦૦૦, ડૉ. વેકરિયા દ્વારા ૫૧૦૦૦, શામજીભાઇ રૈયાણી તરફથી ૫૧૦૦૦ અને ડૉ. ચેતનભાઈ મહેતા દ્વારા ૭૫૦૦૦ નું ડોનેશન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું. દીપકભાઈ કારિયા - (બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ) અને જયેશભાઈ મહેતા- (મિલી પ્લાયવૂડ) દ્વારા એક એક બાળકને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યું હતું.
પરેશભાઈ પીપળિયા (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી - રાજકોટ મહાનગરપાલિકા) : તેમણે ઉપસ્થિત રહી સંસ્થાને કોર્પોરેશન તરફથી તમામ વહીવટી અને જમીન સંબંધી પ્રક્રિયામાં ઝડપી મદદ કરવાની ખાતરી આપી હતી.
અમળતભાઈ ગઢિયા (પ્રમુખ, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન) : તેમણે ઉદ્યોગ જગત તરફથી સીએસઆર ફંડ અને રોજગારી ક્ષેત્રે કાયમી સહયોગની ખાતરી આપી હતી.
જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ) : તેમણે જેડીએફના બાળકો માટે સંપૂર્ણ સ્પોન્સર્ડ રાજકોટ દર્શન પ્રવાસ, શિયાળામા રમતોત્સવ, રંગારંગ ડાન્સ પ્રોગ્રામ તેમજ વાલીઓ-બાળકો માટે નિઃશુલ્ક સીવણ, બ્યુટી પાર્લર, નેલ આર્ટ વગેરે કોર્સ કરાવવાની જાહેરાતો કરી હતી.
અશ્વિનભાઈ અને વર્ષાબેન (કેન્સર કેર ફાઉન્ડેશન) : જેડીએફના સક્ષમ ટાઈપ-૧ બાળકોમાંથી પસંદગી પામેલા બાળકોને ‘એવરેસ્ટ બેઝ કેમ્પ'ના ટ્રેકિંગ પ્રવાસ પર પોતાના ખર્ચે લઈ જવાની જાહેરાત કરી હતી.
(2:09 PM IST)










