News of Wednesday, 10th June 2026
કાલથી ધો. ૧૦-૧રની પૂરક પરીક્ષાનો પ્રારંભ
રાજકોટ શહેર-જિલ્લામાં પ્રથમવાર ર૧,ર૪૪ વિદ્યાર્થીને પૂરક પરીક્ષા આપશેઃ ર૯ બીલ્ડીંગ-ર૪૪ બ્લોકમાં પરીક્ષા લેવાશે

રાજકોટ તા. ૧૦: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તા. ૧૧ જુનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે. સતત ૧૦ દિવસ ચાલનારી પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ર૧ર૪૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષીત પટેલે જણાવ્યું છે કે, ધો. ૧૦માં ૧૦પ૦૦, ધો. ૧ર સાયન્સમાં ૩પ૦૦ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૪પ૦૦થી વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. તા. ૧૧ થી તા. ર૦ જુન સુધી ધો. ૧૦-૧ર ની પૂરક પરીક્ષા ચાલશે.
ધો. ૧૦ની પૂરક પરીક્ષા ૧૮ બીલ્ડીંગના ૧૪૯ બ્લોકમાં ૧૦પ૧૪, ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૭ બીલ્ડીંગના ૬૪ બ્લોકમાં ૩૭૧૯, ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૪ બીલ્ડીંગના ૩૧ બ્લોકમાં ૪પપ૮ પરીક્ષાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ધો. ૧૦-૧રની પુરક પરીક્ષા માટે રાજકોટ જિલ્લાની પરીક્ષા વ્યવસ્થા રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલ ખાતેથી થશે.
રાજકોટના પરીક્ષાના કન્ટ્રોલ રૂમમાં પ્રશ્નપત્રો આવી ગયા છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પરીક્ષાના એકશન પ્લાન માટે બેઠક મળી રહી છે.
(3:47 PM IST)










