તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
રાજકોટમાં બાબાના દરબારમાં ભૂત કોણ હતા, કયાંથી આવ્યા, ત્યારે જ કેમ બહાર આવ્યા તેની કુંડળી જનતા સમક્ષ મૂકવી જોઈએ : જેનીબેન ઠુમ્મરે સવાલ ઉઠાવ્યા
ભૂતના કિસ્સાની સંપૂર્ણ તપાસ કરવાની માંગઃ માનસિક બીમાર હોય તો ડોક્ટર, નાટક હોય તો પોલીસ કેસની માંગ, મીડિયા અને તંત્રને સહિયારી જવાબદારી લેવા કોંગ્રેસના મહિલા અગ્રણી નેતાની અપીલ


રાજકોટ તા.૯: રાજકોટમાં બાબાના દરબારમાં બનેલા કહેવાતા ભૂતના કિસ્સા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે.
જેનીબેન ઠુમ્મર દ્વારા ફેસબુક પોસ્ટ કરીને આ સમગ્ર મામલે ઊંડી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.કોંગ્રેસના મહિલા અગ્રણી નેતા જેનીબેન ઠુમ્મરે પોતાની સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં જણાવ્યું કે રાજકોટમાં બાબાના દરબારમાં જેટલા ભૂત હતા એમની અને પૂરા પરિવારની આખી કુંડળી કાઢી જનતા સમક્ષ મૂકવી જોઈએ. કોણ હતાં, કયાંથી આવ્યા, ભૂત કેમ ત્યારેજ બહાર આવ્યા વિગેરે જેવા સવાલોના જવાબ લોકોને મળવા જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે જો વ્યક્તિ માનસિક બીમાર હોય તો ડોક્ટર પાસે લઈ જવા જોઈએ, ભૂત હોય તો કયાંથી કોનું અને શા માટે આવ્યું એની તપાસ અને નિવારણ થવું જોઈએ. અને જો આ બધું નાટક હોય તો પોલીસ કેસ કરીને કાર્યવાહી થવી જોઈએ.
જેનીબેન ઠુમ્મરે મીડિયા, તંત્ર અને સહયોગી સંસ્થાઓએ આ કામગીરી કરવાની સહિયારી જવાબદારી લેવી જોઈએ તેવી અપીલ કરી છે જેથી લોકોને માહિતી અને જ્ઞાન બન્ને મળે. ઉલ્લેખનીય છે કે અંધશ્રદ્ધા અને કહેવાતા ભૂત-પ્રેતના કિસ્સાઓને લઈને સમયાંતરે વિવાદ સર્જાતા રહે છે. આવા કિસ્સાઓમાં વૈજ્ઞાનિક અભિગમથી તપાસ થાય અને લોકોમાં જાગળતિ આવે તેવી માંગ સમાજના જાગળત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.
(4:03 PM IST)










