News of Tuesday, 9th June 2026
ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટર રાજકોટના પ્રમુખ પદે ડૉ. એમ. વી. વેકરીયાની સર્વાનુમતે વરણી
સેક્રેટરી તરીકે ડૉ. કિશોર દેવલીયા અને ચેરપર્સન ડૉ. નરેન્દ્ર વીસાણીની નિયુકિત : ૧૪૦૦ ડૉક્ટરોનું સકારાત્મક સંગઠન

રાજકોટ : ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટર્સ રાજકોટના- ૨૦૨૬-૨૦૨૭ ના નવા હોદેદારોને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવેલ. જેમાં ફેડરેશન પ્રમુખ પદે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. એમ.વી વેકરીયા - સેક્રેટરી, ડૉ. કિશોર દેવલીયા - ચેરપર્સન, ડૉ. નરેન્દ્ર વીસાણી - વાઇસ પ્રેસીડન્ટ, ડૉ. મહેશ શિંગાળા સેકેન્ડ વાઈસ પ્રેસીડન્ટ, કોર્પોરેટર ડૉ. શૈલેષ વસાણી ટ્રેઝટર, ડૉ. સમીર ખૂંટ સહિતના સર્વે હોદેદારોની સર્વાનુમતે વરણી થયેલ છે.
ફેડરેશનના ૧૫માં વર્ષના નવનિયુક્ત હોદેદારો તેમની યાદીમાં જણાવે છે કે, આ ફેડરેશન વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ છે. જેમ કે સમાજ માટે મફત આરોગ્ય કેમ્પ, સેવાકિય મેડીકલ કેમ્પ, સરકાર સાથે રહીને સરકાની ગાઈડલાઈન પ્રમાણે કુપોષિત બાળકોને પોષિત કરવા. તંદુરસ્ત રહેવા માટે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, વિવિધ રોગોના નિદાન અને સારવાર તેમજ યોગ્ય સલાહ માટે સતત કેમ્પ કરતા રહે છે.
આયુષ ડૉકટરોની વિવિધ પ્રકારના રોગો માટેની નવી આધુનિક પદ્ધતિઓ દ્વારા નિદાન તેમજ તેની સારવાર માટે ફેડરેશન દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી દર વર્ષે ગ્રાન્ડ સી.એમ.ઇ.ના પ્રોગ્રામ કરવામાં આવે છે. ફેડરેશન ઑફ આયુષ ડૉકટર રાજકોટના અલગ અલગ ઝોન વાઈઝ (વિસ્તાર) -માણે નવ એસોસિએશનથી બનેલ છે. જેમાં ૧૪૦૦ જેટલા ડૉકટરો મેમ્બરની સ્ટ્રેન્થ ધરાવે છે, આ ફેડરેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા ૧૫ વર્ષથી અવિરત કાર્યરત છે. તેમજ આ ફેડરેશનમાં હોદ્દેદારોની વરણી માટે ઇલેકશન કદી થતું નથી માત્ર સિલેકશન દ્વારા હોદ્દેદારોની વરણી થાય છે.
ડૉ. વેકરીયાની પ્રમુખ પદે આ બીજી વાર વરણી થઈ રહી છે. સાથો સાથ તબીબો માટે તબીબો કાયમી તંદુરસ્ત રહે તે માટે અન્ય પ્રવળતિઓ જેવી કે ક્રિકેટ મેચ, ઇનડોર ગેમ, વોકાથોન મેરેથોનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ સાથે ફેડરેશનના અન્ય હોદેદારો જોઇન્ટ સેક્રેટરી ડૉ. દેવેશ દોશી, સેકન્ડ જોઇન્ટ સેક્રેટરી ડૉ. ભાવેશ પરમાર અને કારોબારી કમિટિમાં ડૉ. અરવિંદ ભટ્ટ, ડૉ. જયેશ રાજયગુરૂ, ડૉ. વિશાલ ભીમજીયાણી, ડૉ. દિલીપ મારકણા, ડૉ. હેમાંશુ પરમાર, ડૉ. દેવધર રામોલીયાની વરણી કરવામાં આવેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રમુખ શ્રી ડૉ. એમ.વી વેકરીયા
(મો. ૯૮ર૪૦૬૬૩ર૧)
સેક્રેટરી શ્રી ડૉ. કિશોર દેવલીયા
(મો. ૮૪૬૦૧૬૦ર૮૮)
ચેરમેન શ્રી ડૉ. નરેન્દ્ર વિસાણી
(મો. ૯૯૦૯૬૦૩૮૬૪)
વાઈસ પ્રેસિડન્ટશ્રી
ડૉ. મહેશ શિંગાળા
(મો. ૯૮૭૯૦૦૯ર૮૩)
વાઈસ પ્રેસિડન્ટ કોર્પોરેટર શ્રી
ડૉ. શૈલેષ વસાણી
(મો. ૯૮૯૮૦૯પ૧પ૧)
(2:52 PM IST)










