<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

લગ્નની લાલચે બળાત્‍કાર ગુજારી ભાગી ગયેલા નિકુલને પ્ર.નગર પોલીસે પકડયો

પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. એન. ગમારાની ટીમની કામગીરીઃ ચાંપરાજભાઇ ખવડ અને દેવગણભાઇ મીરની બાતમી

રાજકોટ તા. ૯: શહેરમાં મહિલાઓ વિરૂધ્‍ધ થતા અત્‍યાચારો અને ગંભીર ગુના આચરનારા તત્‍વો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્‍કાર ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને ધરપકડથી બચવા માટે નાસતા ફરતા ભાવનગર જિલ્લાના તળાજાના એક શખ્‍સને પ્ર. પોલીસ સ્‍ટેશનની ટીમે પકડી લીધો છે.

ભાગતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની સુચના અંતર્ગત પ્ર.નગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ચાંપરાજભાઇ ખવડ અને કોન્‍સ. દેવગણભાઇ મીરને બાતમી મળતાં નિકુલ સુરેશભાઇ ચૌહાણ (રહે. નવી કામરોળ, વાડી વિસ્‍તાર, તા. તળાજા, જી. ભાવનગર)ને પકડી લીધો હતો. આ શખ્‍સ વિરૂધ્‍ધ પ્ર.નગરમાં દુષ્‍કર્મનો ગુનો દાખલ થયો હતો. લગ્નના ખોટા વાયદા આપીને શારીરિક સંબંધ બાંધવા હેઠળ ગુનો નોંધાતા તે ભાગી ગયો હતો. તેને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. એન. ગમારા, એએસઆઇ આનંદભાઇ પરમાર, હેડકોન્‍સ. ચાંપરાજભાઇ ખવડ, કિશોરભાઇ ચુડાસમા, કોન્‍સ. દેવગણભાઇ મીર, તોૈફિકભાઇ મંધરા, રાહુલભાઇ રાઠોડ, કાનાભાઇ  મીર અને કોન્‍સ. સુવિધાબેન વાણિયાએ આ કામગીરી કરી હતી.

(3:41 PM IST)