News of Tuesday, 9th June 2026
મવડીમાં રપ કરોડની ૪ાા હજાર ચો.મી. જમીન ઉપર દબાણોઃ મામલતદારે નોટીસ ફટકારીઃ ૮ દિ'બાદ ઓપરેશન
અંદાજે રપ થી ૩૦ જેટલા રેસીડન્સ-કોર્મશીયલ બાંધકામો ખડકાઇ ગયાઃ હાલ સૂનાવણી ચાલૂ

રાજકોટ, તા. ૯: શહેરના દક્ષિણ વિસ્તાર મવડીમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પરના ૪ થી પ વર્ષ જુના દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. કલેકટરશ્રી ઓમ પ્રકાશની સૂચનાના આધારે દક્ષિણ મામલતદારશ્રી સરવૈયા અને તેમની ટીમ દ્વારા નોટિસો ફટકારી કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્વે નંબર ૧૯૪ હેઠળ આવતી ૪૫૦૦ ચોરસ મીટરથી વધુ જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ગયા છે. આ જમીન શહેરના મોંઘા વિસ્તારોમાં આવેલી હોવાથી તેનું બજાર મૂલ્ય ખૂબ ઊંચું છે. હાલના અંદાજ મુજબ આ દબાણો પાછળની જમીનની કિંમત આશરે રપ કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે.
મામલતદાર કચેરીના સૂત્રોના કહેવા મુજબ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક સર્વેક્ષણ મુજબ, આ સર્વે નંબર પર ૨૫ જેટલા નાના-મોટા બાંધકામો આવેલા છે, જેમાં કોમર્શિયલ દુકાનો અને રેસિડેન્શિયલ મકાનોનો સમાવેશ થાય છે. વર્ષોથી આ જગ્યાઓ પર લોકોએ પક્કા બાંધકામો કરી લીધા હતા, હાલ તમામને ફાઇનલ નોટિસ આપી દેવામાં આવી છે હાલ સુનાવણી ચાલુ છે, ત્યાર બાદ જમીન સૂચના આપવામાં આવી છે જો ખાલી કરવામાં નહિ આવે તો આવતા અઠવાડિયે તંત્ર દ્વારા આ જમીન પરના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાશે.
(2:42 PM IST)










