<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

રાજકોટના શુકલ પીપળીયામાં કાજલબેન ઝીંઝુવાડીયાનો ઝેરી દવા પી આપઘાત

બે માસુમ પુત્રએ માતા ગુમાવતાં ગમગીનીઃ કારણ અકળ

 

રાજકોટ તા. ૯: તાલુકાના શુકલ પીપળીયા ગામે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ બનાવને પગલે બે માસુમ દિકરાએ માતા ગુમાવી દીધી છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા તાબેના શુકલ પીપળીયા ગામે રહેતી કાજલબેન અનિલભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ સાંજે ચારેક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર કાજલબેનના લગ્ન  પાંચ વર્ષ પહેલા થયા હતાં. તેણીને સંતાનમાં બે દિકરા છે. પતિ અનિલભાઇ છુટક મજૂરી કરે છે. તેણીના માવતર પણ શુકલ પીપળીયા ગામે રહે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઇ કારણ સામે ન આવતાં તપાસ યથાવત રાખવામાં આવી છે.

(1:25 PM IST)