તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 8th June 2026
બાર જુને કલેઇમ પ્રેક્ટીસનર્સ એસોસિએશનની ચૂંટણીઃ પ્રમુખ પદે નિકુંજ શુકલની ટીમની ઉમેદવારી

રાજકોટ, તા.૮: રાજકોટમાં મોટર એકસીડન્ટ કલેઈમ અન્વયેની પ્રેકટીસ કરતા વકીલોને MACP BAR એસોસિએશનની ચૂંટણી આગામી ૧૨ જુનના રોજ જાહેર કરવામાં આવી છે. ત્યારે RBA પેનલ દ્વારા પ્રમુદપદે નિકુંજ શુકલ સહિતની ટીમે ઉમેદવારી નોંધાવી છે.
રાજકોટમાં મોટર એકસીડન્ટ કલેઈમ અન્વયેની પ્રેકટીસ કરતા વકીલોને પ્ખ્ઘ્ભ્ ગ્ખ્ય્ એસોસિએશનની ચૂંટણી જાહેર થતા વકીલોમાં ચૂંટણી માહોલ જામ્યો છે. આગામી ૧૨ જુનના રોજ યોજાનાર પ્ખ્ઘ્ભ્ ગ્ખ્ય્ એસોસિએશનની ચૂંટણીમાં ય્ગ્ખ્ પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવી છે. જેમાં પ્રમુખ પદે નિકુંજ એમ. શુકલ, ઉપપ્રમુખમાં રક્ષાબેન ઉપાધ્યાય, સેક્રેટરીમાં પ્રિયાંક ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી પદે એસ.ટી. જાડેજા, ટ્રેઝરરમાં ભાવેશભાઈ મકવાણા, મહીલા કારોબારી સભ્ય તરીકે મળદુલાબેન બી. મકવાણા અને મળદુલાબેન શ્યામભાઈ ગોહેલ તેમજ કારોબારી સભ્ય તરીકે મકસુદ પરમાર, કરણ કારીયા (ગઢવી), એમ. એમ. સિંધવ, રૂદ્ર ભટ્ટ, હેમંત પરમાર, રાજુ મિયાત્રા દ્વારા ઉમેદવારી પત્ર ભર્યા હતા. આ તકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ સુમીત વોરા, ઉપપ્રમુખ એસ.કે.જાડેજા, ભુતપુર્વ પ્રમુખ પરેશભાઈ મારૂ, સેક્રેટરી નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિબેન માંકડીયા, લાયબ્રેરી સેક્રેટરી કેતનભાઈ મંડ સહિતના સીનીયર-જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
(3:37 PM IST)










