<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

પોલીસ મને ઘરેથી લઇ ગઇ, રાતે સાડા બારે પરત ઘરે મુકી ગઇઃ ડો. પીપરીયા

મારો વિરોધ અંધશ્રધ્‍ધા ફેલાવતાં દિવ્‍ય-પ્રેત દરબાર સામે હતો

રાજકોટ તા. ૮: રેસકોર્ષમાં યોજાયેલા ધીરેન્‍દ્ર શાષાી-બાબા બાગેશ્વરના દિવ્‍ય દરબારમાં અંધશ્રધ્‍ધાનો ફેલાવો થતો હોઇ આ દિવ્‍ય-પ્રેત દરબારની પરવાનગી રદ કરવાની માંગણી સાથે કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરી હતી તેમજ બાબા જો ૨૮ વર્ષ પહેલા ગૂમ થયેલા મોહિલ મોરધરા વિશે સાચી માહિતી આપે તે માટે પોતે દરબારમાં જઇ અરજી કરી પડકાર  ફેંકશે તેવુ જાહેર કરનાર ડો. પીપરીયા ગઇકાલે સાંજે પોતાના ઘરેથી દિવ્‍ય દરબારમાં જવા નીકળ્‍યા ત્‍યાં જ એ-ડિવીઝન પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

ડો. પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્‍યું હતું કે મને મારા ઘરેથી પોલીસ વેનમાં બેસાડી પોલીસ સ્‍ટેશને લઇ ગયેલ. બાદમાં રાતે સાડા બારે બાબાનો દરબારનો કાર્યક્રમ પુરો થતાં મને ફરીથી ઘરે મુકી ગયા હતાં.  આ દિવ્‍ય દરબારમાં અંધશ્રધ્‍ધાનો ફેલાવો કરાતો હોઇ ડાકીની-શાકીની-પીશાચીનીના નામે ફજેતો કરાતો હોઇ તેની સામે જ મારો વિરોધ હતો. મેં દરબારમાં જવા પોલીસ બંદોબસ્‍ત માંગ્‍યો હતો. જે મને ફાળવાયો નહોતો અને મારી અટકાયત કરી બાદમાં મને રાતે પોલીસ પરત ઘરે મુકી ગઇ હતી. 

(3:45 PM IST)