<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

બેડી ચોકડીએ ઇકોના ચાલક જીજ્ઞેશભાઇને રિક્ષાચાલક અનિલભાઇ વચ્‍ચે છરીથી મારામારી

રાજકોટ તા. ૮: ભગવતીપરા શેરી નં. ૧ શિવ પાર્કમાં રહેતાં જીજ્ઞેશભાઇ લાખાભાઇ ગોહેલ (ઉ.વ.૪૧)ને બેડી ચોકડીએ ટ્રાફિક પોલીસ ચોકી પાછળ હતાં ત્‍યારે અનિલ નામના શખ્‍સે છરીથી હઅુમલો કરી કાનના ભાગે ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

જીજ્ઞેશભાઇ ઇકો ગાડીના ફેરા કરી ગુજરાન ચલાવે છે અને બે ભાઇ તથા એક બહેનમાં મોટા છે. તેને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. તેના કહેવા મુજબ હુમલાખોર અનીલ દારૂ પી અચાનક આવ્‍યો હતો અને ગાળાગાળી કરી હુમલો કરી દીધો હતો. જેમાં તેનો કાન કપાઇ ગયો હતો.

સામા પક્ષે મોરબી રોડ વેલનાથપરામાં રહેતો અનિલભાઇ જયંતિભાઇ વીંજવાડીયા પણ પોતાના પર દિલીપ ઉર્ફે જીજ્ઞેશે છરી જેવા કોઇ ધારદાર હથીયારથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. અનિલભાઇ રિક્ષાના ફેરા કરે છે. તેને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. તેણે જણાવ્‍યું હતું કે તેની પત્‍નિ બાબતે જીજ્ઞેશને સમજાવ્‍યો હોઇ અને અગાઉ પણ આ બાબતે તેને આકરા વેણ કહ્યા હોઇ ખાર રાખી જીજ્ઞેશે હુમલો કર્યો હતો.

(3:29 PM IST)