તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
રેલનગરના કચ્છી દાબેલીના ધંધાર્થી પરેશભાઇ પુરોહિત ટીકડીઓ પી ગયા
સિવિલ હોસ્પિટલમાં દાખલઃ વ્યાજખોરીમાં ફસાયાઃ ઉઘરાણી માટે ધમકી મળતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: રેલનગરમાં પેટ્રોલ પંપ પાસે શ્યામા સ્કાય લાઇટ એપાર્ટમેન્ટમાં રહેતાં અને રેલનરગમાં જ મા કોમ્પલેક્ષમાં શ્યામ કચ્છી દાબેલી નામે ફાસ્ટ ફૂડની દુકાન ચલાવતાં પરેશભાઇ મહેશભાઇ પુરોહિત (ઉ.વ.૫૦) રાતે બારેક વાગ્યે કોઇ દવા વધુ પડતી પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પરેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના છે તથા સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેમણે જણાવ્યું હતું કે ત્રણથી ચાર જણા પાસેથી ૧૦ થી ૧૫ ટકા વ્યાજે ચારેક લાખની રકમ ધંધા માટે લીધી હતી. જેનું નિયમીત વ્યાજ ભર્યુ હતું. હાલમાં ધંધામાં થોડી મંદી હોઇ વ્યાજ ન ભરી શકતાં આકરી ઉઘરાણી થતી હોઇ કંટાળીને પોતે ટીકડીઓ પી ગયા હતાં. એકાદ મહિલા પણ વ્યાજખોરીમાં સામેલ હોવાનો આક્ષેપ થતાં પોલીસ તેઓ સંપુર્ણ ભાનમાં આવ્યા બાદ વિશેષ તપાસ કરશે.
(3:46 PM IST)










