News of Monday, 8th June 2026
મેઘરાજાએ ભૂતકાળમાં કરેલ તારાજીનું પુનરાવર્તન પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર કરવા માગતા નથી
વરસાદ વેરી ન બને તે માટે પોલીસ એકશનમાં: વર્કશોપ યોજ્યોઃ ઈમરજન્સી સાધનોની ખુદ સીપી દ્વારા ચકાસણી મોન્સુન વર્કશોપમાં જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, એડી પોલીસ કમિશનર ડો.સુધીર દેસાઈ સહિત અધિકારી જોડાયા

રાજકોટ, તા.૮: મેઘરાજાએ ભૂતકાળમાં કરેલ તારાજીનું પુનરાવર્તન થવા દેવું નથી એ ધ્યેય સાથે રાજકોટ શહેર પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી આજરોજ પોલીસ મુખ્ય મથક ખાતે ‘મોનસુનની પૂર્વતૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ' ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
NDRF વિગેરેના સહયોગથી યોજાયેલ મોનસુન વર્કશોપમાં જોઇન્ટ સીપી નિલેશ જાજડિયા સાથે એડિશનલ પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
ખુદ સીપીએ સાધનો ચકાસ્યાઃ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે NDRF, SDRF અને ફાયર વિભાગના બોટ, લાઈફ જેકેટ, કટર, પંપ સહિતના ઈમરજન્સી સાધનોની જાતે ચકાસણી કરી હતી અને અધિકારીઓને રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા સૂચના આપી હતી.
પોલીસ કમિશનરે સ્પષ્ટ કહ્યું કે, ‘મેઘરાજાએ ભૂતકાળમાં કરેલ તારાજીનું પુનરાવર્તન કરવા માગતા નથી. તમામ વિભાગો સાથે સંકલન કરીને વરસાદ વેરી ન બને એ માટે આગોતરું આયોજન કર્યું છે.'આ વર્કશોપમાં ગુજરાત પોલીસ, રાજકોટ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ, NDRF, SDRF અને V.T.E.T.ના ૫૦૦થી વધુ અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા અને મોનસુન દરમિયાન ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રીનું પ્રદર્શન નિહાળ્યું હતું
(3:27 PM IST)










