તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
ગાંધીનગરમાં મનપાના પદાધિકારીઓનું મંથનઃ વિકાસના રોડમેપ પર થશે ચર્ચા
પાંચેય પદાધિકારીઓ સહિત ભાજપના મુખ્ય હોદ્દેદારો બેઠકમાં હાજરઃ સમિતિ રચના મુદ્દે પણ મહત્વપૂર્ણ નિર્ણયોની શકયતા

રાજકોટ, તા.૮: રાજકોટ સહિત રાજ્યની ૧૫ મહાપાલિકાઓના પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારો આજે ગાંધીનગરની મુલાકાત ે છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાનારી બેઠકમાં વિકાસ કામો સંદર્ભે વિસ્તળત માર્ગદર્શન આપવામાં આવશે. કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ એ શહેર ભાજપના મુખ્ય ચાર હોદેદારો આ બેઠકમાં સામેલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આજે મેયર ડો. નેહલ શુક્લ, ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પરેશભાઈ પીપળિયા, શાસકપક્ષના નેતા ડો. હિરેન ખિમાણીયા અને દંડક સંજયસિંહ વાળા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી લલીત વાડોલિયા, વલ્લભભાઈ દુધાત્રા અને યોગેન્દ્રસિંહ જાડેજા ગાંધીનગરની મુલાકાતે છે. બપોર બાદ બેઠક યોજાવાની હોય આ પૂર્વે રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસ સ્થાને એક બેઠક મળશે. રાજ્યની તમામ મહાપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારોને વિકાસકાર્યો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. તમામ મહાપાલિકાઓમાં મુખ્ય પદાધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે. ખાસ સમિતિના હોદેદારો હજુ સુધી નિયુક્ત કરવામાં આવ્યા ન હોય તે અંગે વિશેષ માર્ગદર્શન અપાશે અને બોર્ડ બેઠક કયારે બોલાવી તે અંગે પણ માહિતી આપવામાં આવશે.
(3:23 PM IST)










