<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

એનઆઇએફ ગ્‍લોબલ રાજકોટ દ્વારા ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે ભવ્‍ય અને સસ્‍ટેનેબલ ફેશન શો યોજાયો

૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પર્યાવરણને અનુલક્ષી ઇકોફ્રેન્‍ડલી ડિઝાઇન બનાવી આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ફેશનશોનું આયોજન કર્યું : અર્ધનારીશ્વર કલેકશને જમાવટ કરી

રાજકોટ : એનઆઇએફ ગ્‍લોબલ રાજકોટ દ્વારા તેના ૨૫ વર્ષના ગૌરવપૂર્ણ યાત્રાની ઉજવણીના ભાગરૂપે ૭ જુનને રવિવારે ફેશન ડિઝાઇનના વિદ્યાર્થિઓ દ્વારા ડિઝાઇન કરાયેલા ભવ્‍ય સસ્‍ટેનેબલ (પર્યાવરણને નુકસાન કર્યા વિનાનો વિકાસ) ફેશન શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ માત્ર ફેશન પ્રદર્શનનો નહોતો, પરંતુ સર્જનાત્‍મકતા, સંશોધન, સંસ્‍કળતિ, વારસા અને સસ્‍ટેનેબિલિટીના વિચારોને એક મંચ પર રજૂ કરતો અનોખો અનુભવ હતો તેમ સંસ્‍થાની પ્રેસ યાદી જણાવે છે.

એનઆઇએફ ગ્‍લોબલ રાજકોટના સેન્‍ટર ડિરેક્‍ટર શ્રી નૌશિક પટેલે જણાવ્‍યું હતું કે, આ વર્ષના ફેશન શોમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલ ૨૦થી વધુ કલેક્‍શન્‍સ અને ૧૬૦ થી વધુ પરિધાનો રજૂ કરવામાં આવ્‍યા હતા. દરેક પરિધાન વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન, ડિઝાઇન વિકાસ, ટેક્‍સટાઇલ એક્‍સપ્‍લોરેશન અને હસ્‍તકૌશલ્‍યના આધારે તૈયાર કરવામાં આવ્‍યું હતું.

આ વર્ષની થીમ સસ્‍ટેનેબલ એટલે કે કુદરતી સંસાધનોનો યોગ્‍ય ઉપયોગ કરી વષાોની ડિઝાઇન તૈયાર કરાઇ હતી. વિવિધ કલેક્‍શન્‍સમાં ભારતીય લોકકથાઓ, પરંપરાગત કલા અને હસ્‍તકલા, ભૂલાઈ રહેલા ટેક્‍સટાઇલ્‍સ, માનસિક સ્‍વાસ્‍થ્‍ય, સામાજિક દબાણો, પર્યાવરણ સંબંધિત પ્રશ્નો, સાંસ્‍કળતિક ઓળખ અને વારસાના સંરક્ષણ જેવા વિષયો પર સર્જનાત્‍મક રજૂઆતો કરવામાં આવી હતી.

ડિઝાઇનર દ્રષ્ટિ લાલાના ‘‘વ્‍હોટ વી કેરી'' અને ‘‘ધ વર્લ્‍ડ વી ચૂઝ''કલેક્‍શન દ્વારા સમાજમાં અદૃશ્‍ય રહેતા ભાવનાત્‍મક અને માનસિક સંઘર્ષોને ફેશનના માધ્‍યમથી રજૂ કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ‘‘અર્ધનારીશ્વર'' કલેક્‍શન રહ્યું, જેમાં ટ્રાન્‍સજેન્‍ડર સમુદાયની ઓળખ, ગૌરવ અને સ્‍વીકારની વાતને ફેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું વધુ એક અનોખું આકર્ષણ ‘‘વ્‍હોટ રીમેઇન્‍સ'' કલેક્‍શન રહ્યું હતું.

સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે કે, ૨૫ વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી એનઆઇએફ ગ્‍લોબલે આ ફેશન શો દ્વારા દર્શાવ્‍યું કે, ડિઝાઇન માત્ર સૌંદર્ય સુધી સીમિત નથી પરંતુ તે વિચાર, જવાબદારી, સંસ્‍કળતિ અને સમાજ સાથે સંકળાયેલું શક્‍તિશાળી માધ્‍યમ છે

(3:16 PM IST)