તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
રાજકોટના ૪૦માં નવા એડીશ્નલ કલેકટર તરીકે ચાર્જ સંભાળતા જયકૂમાર
જયકૂમાર બારોટ ર૦૧૭ની બેંચના ડાયરેકટ GAS અધીકારી

રાજકોટ તા. ૮: રાજકોટના એડી. કલેકટરની જગ્યા પૂરાતા અને સિધ્ધપૂર પાટણના પ્રાંત અધીકારી શ્રી જયકૂમાર બારોટની પ્રમોશન સાથે રાજકોટના ૪૦માં એડી. કલેકટર તરીકે નિમણુંક થતા આજે તેમણે ચાર્જ સંભાળી લીધો હતો અને કલેકટરને મળ્યા હતા.
શ્રી બારોટે ‘‘અકિલા''ને જણાવેલ કે આજે અધીકારીઓ સાથે મીટીંગ, કર્મચારીઓ પાસેથી દરેક બ્રાંચની કામગીરીની વિગતો જાણ્યા બાદ મહત્વના કામોને પ્રાધાન્ય અપાશે, શ્રી જયકૂમાર બારોટ ર૦૧૭ની બેચના ડાયરેકટ GAS અધીકારી છે, રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છમાં આ તેમનું પ્રથમ પોસ્ટીંગ છે.
(2:35 PM IST)










