<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

નારી સંરક્ષણ ગૃહ ઉપરના આક્ષેપોમાં કોઇ તથ્‍ય નથીઃ ડો.ઓમપ્રકાશ

કલેકટરની પત્રકારો સાથે સાફ વાતઃ ડે. કલેકટર ડો. ચાંદની પરમાર તથા આનંદીબા ખાચરનો રીપોર્ટ આવી ગયો છે.. : લવ જેહાદ-પીડીતાઓને બ્રેઇનવોસ-મહિલાઓ સાથે ખરાબ વર્તન-ભોજનમાં ભ્રષ્‍ટાચારની બાબતો પાયાવિહોણી

 

રાજકોટ, તા.૮: શહેરના યાજ્ઞિક રોડ  ઉપર આવેલ નારી સંરક્ષણ ગૃહ ઉપરના આક્ષેપોમાં કોઇ તથ્‍ય નથી, ઇસ્‍લામીક લવ જેહાદ, પીડીતાઓને બ્રેઇનવોશ, મહિલાઓ સાથે ખરાબ વર્તન, દૂધ-અનાજની ચોરી, પુરતુ ખાવાનું ન દેવુ, અનાજમાં ભ્રષ્‍ટાચારની બાબતો પાયા વિહોણી હોવાનું  અને સોશ્‍યલ મીડીયામાં આવેલા આક્ષેપોમાં કોઇ તથ્‍ય નહી હોવાનું કલેકટર ડો. ઓમપ્રકાશે આજે પત્રકારો સાથેની વાતીચીતમાં કોઇ તથ્‍ય નહી હોવાનું જણાવ્‍યું હતું.

તેમણે જણાવેલ કે શનિવારે સાંજે વિહિપના આક્ષેપો બાદ અને સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર તથા, અનુસૂચિત જાતિ કચેરીના નાયબ નિયામકશ્રી આનંદીબા ખાચરને તપાસ સોંપી હતી, બંને અધીકારીઓ તયાં રાત્રે જ તપાસ કરી હતી, મહિલાઓના નિવેદનો લીધા છે, સીસીટીવી કેમેરા ચેક કર્યા છે, અને આ તપાસમાં થયેલા આક્ષેપોમાં કોઇ તથ્‍ય નહી હોવાનું કલેકટર ડો.ઓમ પ્રકાશે પત્રકારોને જણાવ્‍યું. હતું.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ૨૦૨૫ની બેચના ટ્રેઇની IASમેડમ  કલ્‍યાણ પણ હાજર હતા, તેઓ રાજસ્‍થાનના વતની છે.

અત્રે એ નોંધનીય  છે કે શનિવારે વિશ્વહિંદુ પરીષદના આગેવાનો પોલખોલ કાર્યક્રમ કરી નારી સંરક્ષણ ગૃહ ઇસ્‍લામીક લવ જેહાદનો અડ્ડો છે, ગૃહના સંચાલકો પીડીતાઓને બ્રેઇન  વોશકરે છે, મહિલાઓએ  કેદી જેવું વર્તન થાય છે, પૂરતુ ખાવાનું આપતા નથી, દૂધ, પાણી, ભોજનમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર કરાય છે, વિગેરે આક્ષેપો કર્યા હતા, આ પછી કલેકટરે બે ડે. કલેકટરોને તપાસ  સોંપી હતી.

(2:32 PM IST)