તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 8th June 2026
ભક્તોની પરચી નીકળીને છેલ્લી ઘડીએ સ્ટેજ પાસે ‘હાઈવોલ્ટેજ ડ્રામા' સર્જાયો!
રાજકોટમાં ‘બાબા બાગેશ્વર'ના દિવ્ય દરબારનું ધમાકેદાર સમાપન

રાજકોટઃ બાબા બાગેશ્વરના ત્રિદિવસીય દિવ્ય દરબારના અંતિમ દિવસે ઉમટી પડેલા હજારો ભાવિકોના કારણે આખું મેદાન ચિક્કાર ભરાઈ ગયું હતું, જેનું આકાશી દ્રશ્ય તસવીરમાં નજરે પડે છે. કાર્યક્રમના અંતિમ દિવસે બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભક્તોની પરચી કાઢીને દિવ્ય ચમત્કારોનો દોર ચલાવ્યો હતો. જો કે, દરબારના સમાપન સમયે જ માહોલમાં અચાનક ગરમાવો આવી ગયો હતો અને સ્ટેજની બિલકુલ નજીક આવીને કેટલાક લોકો અચાનક ધૂણવા લાગતાં ક્ષણભર માટે ભારે ઉત્તેજના અને હાઈવોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો સર્જાયા હતા, સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:28 AM IST)










