<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

‘પ્રેત'ના નામે ભારે હંગામો : ધૂણતી મહિલાનો પત્રકારો અને સિકયુરિટી પર હુમલો

બાગેશ્વર બાબાના હુંકાર બાદ દરબારમાં અફરાતફરી : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં અંધશ્રદ્ધાના વરવા પ્રદર્શન સામે જનતામાં ભારે આક્રોશ, મુખ્‍યમંત્રી સુધી પહોંચી ફરિયાદ

રાજકોટ : રાજકોટમાં યોજાયેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્‍દ્ર કળષ્‍ણ શાષાીના વિવાદાસ્‍પદ ‘દિવ્‍ય દરબાર'માં ગઈકાલે રાત્રે ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરબારની શરૂઆતમાં પંડિત ધીરેન્‍દ્ર શાષાીએ મંચ પરથી જેવો જ હુંકાર કર્યો, કે તરત જ પંડાલમાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓ માથું ધુણાવવા લાગ્‍યા હતા. આ દરમિયાન અચાનક જ એક મહિલાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને પોતાના પર ‘પ્રેત' આવ્‍યું હોવાનો દાવો કરીને પંડાલમાં હાજર લોકો પર હુમલો કરી દીધો હતો. ભાન ભૂલેલી આ મહિલાએ ત્‍યાં કવરેજ કરી રહેલા મીડિયાના પત્રકારો, વ્‍યવસ્‍થા જાળવી રહેલા સિકયુરિટી ગાર્ડ્‍સ અને આસપાસ બેઠેલા અન્‍ય ભક્‍તોને બેફામ માર મારવાનું શરૂ કરી દેતા કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત બાદ મહિલાને કાબૂમાં લીધી હતી, પરંતુ આ ઘટનાને કારણે દરબારમાં ભારે તણાવ વ્‍યાપી ગયો હતો. આ સમગ્ર હિંસક ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યૂઝર્સ અને બુદ્ધિજીવીઓમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો છે. ૨૧મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આ પ્રકારે આસ્‍થાના નામે જાહેરમાં અંધશ્રદ્ધાનું પ્રદર્શન કરવા બદલ લોકો આયોજકો અને તંત્રની ભારે ટીકા કરી રહ્યા છે. નેટીઝન્‍સે આ ઘટનાના વીડિયોને મુખ્‍યમંત્રી કાર્યાલયસાથે ટેગ કરીને ટ્‍વિટર અને ઇન્‍સ્‍ટાગ્રામ પર વાયરલ કર્યો છે અને માંગ કરી છે કે ધર્મના નામે આવી અંધશ્રદ્ધા ફેલાવતા અને કાયદો-વ્‍યવસ્‍થા જોખમાવતા તત્‍વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. આ ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્‍યમાં દિવ્‍ય દરબારોની વિજ્ઞાનિક અને સામાજિક અસરોને લઈને ફરી એકવાર મોટો વિવાદ છેડાયો છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(10:54 AM IST)