તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
પૂ.બાબા બાગેશ્વરજીના મુખે પૂ. રમેશભાઈ ઓઝાના વખાણ : કહ્યું: ગુજરાતના યુવાનોએ નશા એડિક્ટ નહીં, કથા એડિક્ટ બનવું જોઈએ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે વરિષ્ઠ કથાકાર ‘પૂ.ભાઈશ્રી'ને ‘સંસ્કારના સરદાર' ગણાવ્યા : યુવાનોમાં વધતા વ્યસન સામે કથા-સંસ્કારને વિકલ્પ ગણાવ્યો, રાજકોટની ધર્મસભામાં હજારો શ્રોતાઓ વચ્ચે આપ્યો સંદેશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૮: રાજકોટની પાવન ધરતી પર આયોજિત ધર્મસભામાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂ.ધીરેન્દ્રકળષ્ણ શાષાી પૂ.બાબા બાગેશ્વરજીએ પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. હજારો શ્રોતાઓની ઉપસ્થિતિમાં પૂ.ધીરેન્દ્રકળષ્ણ શાષાી પૂ.બાબા બાગેશ્વરજીએ સુવિખ્યાત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝાને ‘સંસ્કારના સરદાર'અને ‘ગુજરાતની અધ્યાત્મિક ધરોહર' તરીકે બિરદાવ્યા હતા. પોતાના પ્રવચન દરમિયાન પૂ. ધીરેન્દ્ર શાષાી પૂ.બાબા બાગેશ્વરજીએ એક પ્રસંગ ટાંકયો હતો. તેમણે જણાવ્યું કે એક વખત રમેશભાઈ ઓઝાને મે પૂછયું હતું કે, ‘ગુજરાતના યુવાનો માટે તમારો શું સંદેશ છે?' આ સવાલના જવાબમાં પૂ.રમેશભાઈ ઓઝાએ કહ્યું હતુ કે, ‘ગુજરાતના યુવાનો નશા એડિક્ટ નહીં, કથા એડિક્ટ બનવું જોઈએ.' તેમના આ નિવેદનને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. પૂ.ધીરેન્દ્રકળષ્ણ શાષાી પૂ.બાબા બાગેશ્વરજીએ વધુમાં જણાવ્યું કે આજના સમયમાં યુવાનો ડ્રગ્સ, દારૂ અને મોબાઈલ જેવા નશાની ગિરફતમાં આવી રહ્યા છે. આવા સમયે કથા, ભજન, કીર્તન અને સંસ્કાર જ યુવાનોને સાચો રસ્તો બતાવી શકે છે. તેમણે કહ્યું કે પૂ રમેશભાઈ ઓઝા જેવા વરિષ્ઠ કથાકારોએ પોતાની કથાના માધ્યમથી લાખો યુવાનોને વ્યસનમુક્તિ અને નૈતિક જીવન તરફ વાળ્યા છે. સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં તેમનું યોગદાન અતુલનીય છે.
પૂ.ધીરેન્દ્રકળષ્ણ શાષાી પૂ.બાબા બાગેશ્વરજીએ ઉમેર્યું કે તેમની અને પૂ. રમેશભાઈની કથા કહેવાની શૈલી ભલે અલગ હોય, પરંતુ બંનેનો ઉદ્દેશ્ય એક જ છેઃ યુવાનોને સારા સંસ્કાર આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા સુનિヘતિ કરવી. રાજકોટની ધરતી પરથી યુવાનો માટે અપાયેલો આ સંદેશ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ બની રહેશે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
(10:50 AM IST)










