તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
વેકેશનમાં સુમશામ ભાષતી શાળાઓમાં કલરવ શરૂ વિદ્યાર્થીઓના આગમન સાથે નવો સંચાર

રાજકોટ : છેલ્લા ઘણા સમયથી વેકેશનના સમયગાળાના કારણે શાળા-કોલેજો સુમશામ બની ગઇ હતી. પરંતુ આજથી શાળાઓનું વેકેશન ખુલી જતા વિદ્યાર્થીઓના આગમનથી નવો સંચાર શરૂ થયો છે. સ્કુલવાહનોનો ધમધમાટ આજથી શરૂ થઇ ગયો હતો. શાળાના મેદાનો સમુહ પ્રાર્થનાથી ગુંજી ઉઠયા હતા. અભ્યાસક્રમો શરૂ થતા શાળારૂમોમાં પણ ગુંજી ઉઠયા હતા. યુનિફોર્મમાં સજજ થઇને નવા નોટબુકસ ચોપડા લઇને વિદ્યાર્થીઓએ શાળાઓમાં પ્રવેશ કરતા કુમકુમ તિલકથી તેમના આગમનના વધામણા કરાયા હતા. તસ્વીરમાં શાળાઓમાં પ્રથમ દિવસનો ઉત્સાહભર્યો માહોલ જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(10:50 AM IST)










