તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Sunday, 7th June 2026
રાજકોટમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ-2.0', સાયબર ફ્રોડ મામલે 8 FIR નોંધી એકાઉન્ટ ભાડે આપનારા 8 શખ્સોની ધરપકડ
કમિશનની લાલચમાં આવીને ગુનેગારોને બેંક ખાતા પુરા પાડતા તત્વો પર પોલીસે આકરી તવાઈ બોલાવતા સાયબર ગુનેગારોમાં ફફડાટ

રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા 'ઓપરેશન મ્યુલ હન્ટ-2.0' અંતર્ગત સપાટો બોલાવવામાં આવ્યો છે. રૂ. 1 કરોડ 78 લાખના મોટા સાયબર ફ્રોડની મળેલી ફરિયાદોના આધારે પોલીસે કડક કાર્યવાહી કરીને 8 જેટલી ગુનાહિત FIR દાખલ કરી છે. આ મામલે કુલ 16 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી સાયબર ઠગોને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. કમિશનની લાલચમાં આવીને ગુનેગારોને બેંક ખાતા પુરા પાડતા તત્વો પર પોલીસે આકરી તવાઈ બોલાવતા સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(8:34 PM IST)










