<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

૧૫૦ ફૂટ રિંગ રોડ પર સાઇટમાંથી એલ્યુમિનિયમ પ્લેટો ચોરનાર રાહુલ ઉર્ફે રસિયો દત્તાણી ઝડપાયો

ડીસીપી રાકેશ દેસાઈની સૂચના અને એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર.એચ. ઝાલાની રાહબરીમાં ટીમની કામગીરી

રાજકોટ: શહેરમાં ઘરફોડ ચોરી, મિલકત સંબંધી ગુનાઓ તેમજ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલવા અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત રાજકોટ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૨ ની ટીમે બાતમીના આધારે પ્રભુ નવમ સાઇટ પરથી ચોરી થયેલ માયવન એલ્યુમિનિયમ પ્લેટોના મુદ્દામાલ સાથે એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

 શહેરના પોલીસ કમિશ્નર  બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ રાકેશ દેસાઈએ પ્રોપર્ટી સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ખાસ સૂચનાઓ આપેલી હતી.​જેના પગલે પો.સબ ઇન્સ. આર.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૨ ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સરકારે નિયુક્ત કરેલા આઇ.વે. પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા ફૂટેજ, ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ લંબાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સંયુક્ત રીતે મળેલી ચોક્કસ હકિકતના આધારે જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર ખાતેથી એક ઇસમને દબોચી લેવાયો હતો. આ શખ્સે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાનામવા ચોક પાસે આવેલી 'પ્રભુ નવમ' સાઇટ પરથી બિલ્ડીંગ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી માયવન એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી

​પોલીસના સકંજામાં આવેલા આરોપીનું નામ રાહુલ ઉર્ફે રસીયો તુલસીભાઇ દતાણી (ઉં.વ. ૨૧, ધંધો-મજુરીકામ, રહે. જામનગર રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર, બનારસની દુકાનની સામે, ઓરડીમાં, રાજકોટ) છે.

​પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાહુલ ઉર્ફે રસીયો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તેની સામે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧) અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયેલ છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તેની સામે જુગારધારા કલમ ૧૨ મુજબ પણ ગુનો દાખલ થયેલો છે.

​પોલીસે આરોપી પાસેથી બિલ્ડીંગ બાંધકામની સાઇટ પરથી ચોરી થયેલી કુલ ૭ નંગ માયવન એલ્યુમિનિયમ પ્લેટો કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત ૩૫,૦૦૦ આંકવામાં આવી છે. આ સફળ કામગીરી પો.સબ ઇન્સ. આર.એચ. ઝાલાની સૂચનાથી એલ.સી.બી. ઝોન-૨ની ટીમના એ.એસ.આઈ જયંતીભાઈ ગોહિલ, રાજેશભાઈ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘિયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ.કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ સહિતે કરી હતી.

(5:55 PM IST)