તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
કોઠારીયા શુભ ચોકડી નજીક અકસ્માતમાં અજાણ્યા વૃદ્ધનું મોત
આશરે ૬૦ વર્ષ ઉંમર: હાથ ઉપર ૐ ત્રોફાવેલો છે: વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ: એક અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃદ્ધનું વાહન અકસ્માતમાં મોત થયું છે. કોઠારીયા ચોકડીથી આગળ શુભ ચોકડી અને ભુવા ફાટક વચ્ચે આ બનાવ બન્યો છે.મૃતક વૃદ્ધએ લાઇટ ગ્રીન કલર જેવો ટપકી વાળો શર્ટ તથા કાળા કલ નું પેન્ટ પહેરેલ છે. જેના જમણા હાથે કલાઈ પર ૐ ત્રોફાવેલ છે. જેની કોઈ ઓળખ થયેલ ન હોય અને વાલી વારસ પણ મળી આવેલ ન હોઇ મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાવેલ છે. કોઈ વાલીવારસ મળી આવ્યે આજીડેમ પોલીસ સ્ટેશનનો Mo.74338 14808 ઉપર સંપર્ક કરવો હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયા વધુ તપાસ કરે છે.
(11:16 AM IST)










