તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
ભોમેશ્વર મંદિર પાસે વૃધ્ધા જશુબેન સોલંકીને હડકાયા કુતરાએ બટકા ભર્યાઃ લોહીલુહાણ
વૃધ્ધા દરવાજો ખુલ્લો રાખી સુતાં હોઇ ઘરમાં કુતરૂ ઘુસી આવ્યું

રાજકોટ તા. ૬: ભોમેશ્વરમાં મંદિર પાસે બંધ શરેીમાં ભાડેથી રહેતાં જશુબેન વિઠ્ઠલભાઇ સોલંકી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા ગરમીને કારણે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને દરવાજા પાસે માથુ રાખીને સુતા હતાં ત્યારે હડકાયા કુતરાએ ધસી આવી મોઢા પર બચકા ભરી લેતાં લોહીલુહાણ થઇ જતાં સિવ્લિ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર બાદ રજા અપાઇ હતી.
જશુબેનને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. પતિ હયાત નથી. કુતરાના બટકાને કારણે આંખ પાસે અને ગાલ ઉપર ટાંકા લેવા પડયા હતાં. સગાના કહેવા મુજબ આ કુતરાએ શેરીમાં અન્ય કેટલાકને પણ બટકા ભરી લીધા હતાં.
(3:46 PM IST)










