<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

મનપા પાસે ડસ્‍ટબીન ખલ્લાસઃ પ્રમાણીક કરદાતાને વિતરણ અટકયું

આમાં રાજકોટ સ્‍વચ્‍છતા ક્રમાંકમાં કયાંથી આગળ આવશે? હાલ તંત્ર પાસે કચરાપેટી સેટ નથીઃ દોઢ મહિના બાદ થશે ઉપલબ્‍ધ બનશેની સતાવાર જાહેરાત

રાજકોટ , તા.૬: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્‍વચ્‍છતા અને વૈજ્ઞાનિક કચરા વ્‍યવસ્‍થાપનને પ્રોત્‍સાહન આપવા માટે એડવાન્‍સ પ્રોપર્ટી ટેક્‍સ ભરતા કરદાતાઓને પ્રોત્‍સાહક યોજના અંતર્ગત વિનામૂલ્‍યે લીલા અને વાદળી રંગના ડસ્‍ટબિન સેટ આપવામાં આવે છે. આ ડસ્‍ટબિન દ્વારા નાગરિકો ભીના અને સૂકા કચરાનુંસ્ત્રોતે જ વિભાજન કરી શકે છે, જે સ્‍વચ્‍છ અને હરિત રાજકોટના નિર્માણમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપે છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ વોર્ડ ઓફિસોમાં ડસ્‍ટબિન સેટનો ઉપલબ્‍ધ સ્‍ટોક સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. તેથી, અત્‍યારે એડવાન્‍સ ટેક્‍સ ભરનારા કરદાતાઓને ડસ્‍ટબિન સેટનું વિતરણ તાત્‍કાલિક શકય રહેશે નહીં.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા ડસ્‍ટબિન સેટની ખરીદી અને પુરવઠાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંદાજે આગામી દોઢ માસ બાદ નવા ડસ્‍ટબિન ઉપલબ્‍ધ થતાં જ તમામ સંબંધિત વોર્ડ ઓફિસો ખાતે ફરીથી વિનામૂલ્‍યે ડસ્‍ટબિન સેટનું વિતરણ શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકા તમામ નાગરિકોને ડસ્‍ટબિન સેટ ઉપલબ્‍ધ થાય ત્‍યાં સુધી  સહકાર આપવા તથાનવા સ્‍ટોક ઉપલબ્‍ધ થતાં તેની જાણ કરી પાત્ર કરદાતાઓને નિયમ મુજબ ડસ્‍ટબિન સેટ આપવામાં આવશે.

(3:44 PM IST)