<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

પંચાયત ચોકમાં હલણ મામલે શાહિદભાઇ અને પત્નિ પર હુમલો

બાજુમાં જ રહેતાં કુટુંબી ફેનીલ, ઇબ્રાહીમભાઇ, જીન્નતબેને પાઇપ અને પાણાથી ઇજા કરતાં બંને સારવાર હેઠળ

રાજકોટ તા. ૬ઃ પંચાયત ચોકમાં કૈલાસ પાર્કમાં રહેતાં શાહિદભાઇ અબ્દુલભાઇ બાંભણીયા (ઉ.વ.૩૭) અને તેના પત્નિ શાહીસ્તાબેન (ઉ.વ.૩૬) પર બાજુમાં જ રહેતાં કુટુંબી ફૈનીલ હબીબભાઇ, ઇબ્રાહીમભાઇ અને જીન્નતબેને પાઇપ, પાણકાથી હુમલો કરી ઇજા પહોîચાડતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. શાહિદભાઇ ઝોમેટોના ડીલીવરીમેન તરીકે નોકરી કરે છે. કુટુંબી સાથે હલણ મામલે બોલાચાલી થતાં શાહિદભાઇ પર હુમલો થયો હતો. પત્નિ વચ્ચે પડતાં તેને પણ ઇજા થઇ હતી. (૧૪.૧૩)

(3:52 PM IST)