<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

રાજકોટમાં સ્‍ટેટ મોનીટરીંગ સેલનો દરોડોઃ ૬૩.૧૪ લાખનો દારૂ પકડાયો : જુઓ વિડીયો

હલેન્‍ડા પાસે હોટેલના પાર્કિંગમાં રેઇડઃ ટ્રક સહિત ૯૭.૧૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ લિક્‍વીડ ડીટર્જન્‍ટની આડમાં ભરેલો હતો દારૂનોજથ્‍થોઃ પીએસઆઇ જે. એચ. સીસોદીયા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૬:  શહેરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે સ્‍ટેટ મોનિટરિંગ સેલ-એસએમસી દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે. એસ.એમ.સી.ના પીએસઆઈ જે. એચ. સિસોદિયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા હલેન્‍ડા ગામ પાસે આવેલી તુલસી હોટેલના ર્પાકિંગમાં દરોડો પાડવામાં આવ્‍યો છે.  દરોડા દરમિયાન ર્પાકિંગમાં પડેલી એક શંકાસ્‍પદ ટ્રકમાંથી મોટા -માણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ  મળી આવ્‍યો હતો. દારૂ છુપાવવા માટે ટ્રકમાં ડિટરજન્‍ટ પાઉડરની આડ લેવામાં આવી હતી.

પોલીસે વિદેશી દારૂની બોટલોઃ ૫૨૮૦ બોટલ રૂા. ૬૩,૧૪,૪૦૦ની અને ટ્રક યુપી૨૧ઇટી-૭૦૧૯ રૂા. ૨૦,૦૦,૦૦૦,, મોર લાઈટ લિક્‍વિડ ડિટરજન્‍ટ બેગ ૨,૩૪૦ નંગ  રૂા. ૧૪,૦૧,૬૬૦ની મળી કુલ મુદ્દામાલ ૯૭,૧૬,૦૬૦નો કબ્‍જે કર્યો છે. આ દરોડામાં કોઇ આરોપી મળ્‍યા નથી. ટ્રક નંબરને આધારે ડ્રાઇવર, જથ્‍થો મંગાવનાર, મોકલનાર, ટ્રક માલિક સામે ગુનો દાખલ કરાયો છે. આગળની તપાસ આજીડેમ પોલીસને સોંપાઇ છે. 

 

(3:38 PM IST)